Gujarat weather Forecast : ગુજરાતમાં ફરી મેઘરાજા ત્રીજા રાઉન્ડ સાથે ધમાકેદાર વરસાદ વરસાવી શકે છે. ઉત્તર ભારતમાં મેઘરાજાએ ભયંકર તાબાહી મચાવી છે. ત્યારે ગુજરાતમાં પાંચ-સાત દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર કરી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરાસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, અને દાદરાનગર હવેલી વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો છે. તો આજે 15 જુલાઈ માટે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, નર્મદા અને નવસારી માટે ભારે વરસાદની આગાહી કરી છે. તો જુનાગઢ, અમરેલી અને ભાવનગર માટે ભારે વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગે આગામી પાંચની દિવસની આજની આગાહીમાં જણાવ્યું છે કે, રાજ્યમાં 15, 16 કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 18 તારીખે અડધા ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે, કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 19 તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. તો જોઈએ કઈ તારીખે કયા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.
વરસાદની ચેતવણી
16-07-2023 (સવારે 8.30થી 17-07-2023 સવારે 8.30 વાગ્યા સુધી)
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક 30-40 કિમીની ઝડપે પવન ફૂકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દમણ- દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો આ બાજુ અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
17 -07-2023 (સવારે 8.30થી 18-07-2023 સવારે 8.30 વાગ્યા સુધી)
હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા અમદાવાદ, દાહોદ, આણંદ અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
18-07-2023 (સવારે 8.30થી 19-07-2023 સવારે 8.30 વાગ્યા સુધી)
હવામાન વિભાગની ચેતવણી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં મંગળવારે મેઘરાજા ધમાકેદાર વરસાદ વરસાવી શકે છે. અહીં, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.
19-07-2023 (સવારે 8.30થી 20-07-2023 સવારે 8.30 વાગ્યા સુધી)
હવમાન વિભાગે બુધવારે કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગડ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ થઈ શકે છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો – રાજ્યમાં 109 તાલુકાઓમાં વરસાદ, જૂનાગઢના કેશોદમાં 5.5 ઇંચ ખાબક્યો
20,21- 07 -2023
આ સિવાય 20 અને 21 તારીખ માટે ભારે વરસાદની ચેતવણી નથી આપવામાં આવી. પરંતુ અડધા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, તો 21 તારીખે રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.