Gujarat Rain Updates, Gujarat Weather news, ગુજરાત વરસાદ : રવિવારે અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘ મેહર રહી હતી. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટોછવાયો વરસદા પડ્યો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 214 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાંથી સૌથી વધારે સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં સાડા આઠ ઈંચ વરસાદ પડ્યો હતો.
નવસારીમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ
સ્ટેટ ઇમરન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારે બપોરે 12 વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીમાં પડ્યો હતો. અહીં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નવસારીના જલાલપોરમાં પણ બે ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો.
સોમવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે દેવભૂમી દ્વારકાના ખંભાળિયામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જુનાગઢના વિસાવદરમાં ચાર ઈંચ, માણવદરમાં સાડા ત્રણ ઈંચ, મેંદરણમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના 21 તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. ચોમાસાએ એકદમ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટભાગના વિસ્તારોમાં છૂટોછવાયો અને ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો. જોકે, 24 કલાકના સમયગાળામાં રાજ્યના 21 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. કોષ્ટકમાં વાંચો ચાર ઈંચ કરતા વધારે વરસાદ ક્યાં નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| સુરત | પલસાણા | 211 |
| જૂનાગઢ | માણાવદર | 210 |
| સુરત | મહુવા | 171 |
| જૂનાગઢ | વંથલી | 154 |
| દેવભૂમી દ્વારકા | દ્વારકા | 150 |
| સુરત | બારડોલી | 149 |
| પોરબંદર | કુતિયાણા | 146 |
| સુરત | ઓલપાડ | 144 |
| સુરત | કામરેજ | 143 |
| સુરત | સુરત શહેર | 138 |
| કચ્છ | મુન્દ્રા | 129 |
| વલસાડ | વાપી | 129 |
| જૂનાગઢ | મેંદરડા | 113 |
| વલસાડ | કપરાડા | 113 |
| અમરેલી | બાબરા | 113 |
| જૂનાગઢ | ભેસાણ | 110 |
| વલસાડ | વલસાડ | 110 |
| ભરૂચ | ભરૂચ | 109 |
| જૂનાગઢ | જૂનાગઢ | 106 |
| જૂનાગઢ | જૂનાગઢ શહેર | 106 |
| જૂનાગઢ | વિસાવદર | 103 |
આ પણ વાંચોઃ- ગુજરાત વરસાદ આગાહી : આજે રાજ્યના આ 10 જિલ્લામાં ભારે-અતિભારે વરસાદની સંભાવના, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

18 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુવારી
હવામાન વિભાગે જાહેર કરેલા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતના 18 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ વિસ્તારોમાં 3 એમએમ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.
આ વિસ્તારોની વાત કરીએ તો કાલાવડ, કડાણા, સિંગવાડ, વડાલી, જેસર, રાણપુર, લિંબડી, ખેરાલુ, લિમખેડા, સાવલી, વિજયનગર, લાખાણી, વિરપુર, દેવગઢ બારિયા, ભરૂચ, શંખેશ્વર, મોડાસા, બાલાસિનોરનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
હવામાન વિભાગે જાહેર કરેલા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે અમદાવાદ શહેર સહિત અમદાવાદ જિલ્લાના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
| તાલુકો | વરસાદ (MM) |
| અમદાવાદ શહેર | 72 |
| બાવળા | 24 |
| દસ્કોઈ | 23 |
| દેત્રોજ | 26 |
| ધંધુકા | 6 |
| ધોલેરા | 34 |
| ધોળકા | 22 |
| માંડલ | 55 |
| સાણંદ | 64 |
| વિરમગામ | 20 |
અહીં જુઓ 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
ક્યાં અતિભારે વરસાદની આગાહી?
રવિવાર દક્ષિણ ગુજરાત માટે ભારે બની ગયો, હવામાન વિભાગની આગાહી અનુસાર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, અને બોટાદ જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો સોમવારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.