Gujarat Rain data, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. જેમ જેમ ચોમાસું આગળ વધતું જાય છે તેમ તેમ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે નવસારી અને સુરત જિલ્લાના પલસાણામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
બપોરે 12થી 2 વચ્ચે રાજ્યમાં 57 તાલુકામાં વરસાદ, આણંદમાં એક ઈંચ ખાબક્યો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે શનિવારે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 57 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે આણંદમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મોરબીના વાંકાનેરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. બોરસદ, મેંદરડા અને સાયલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
ચાર કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે શનિવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે નવસારીમાં પડ્યો હતો. નવસારીમાં પોણો ઈંચ વરસાદ રહ્યો હતો. જ્યારે નવસારીના જાલપોરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં વાંચો 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો હત.
આજે શનિવારે સવારે બે કલાકમાં 22 તુલાકમાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપેલા આંકડા પ્રમાણે આજે 29 જૂન 2024 શનિવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં કૂલ 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીમાં 17 એમએમ એટલે કે પોણો ઈંચ વરસાદ પડ્યો હતો.
અન્ય વિસ્તારોની વાત કરીએ તો જાલપોરમાં 11 MM, ગીર ગઢડામાં 7 MM, વગ્રામાં 6 MM, કામરેજમાં 4 MM, છોટા ઉદેપુરમાં 4 MM, કુતિયાણામાં 3 MM, ઘોઘામાં 3 MM, તળાજામાં 3 MM, જંબુસરમાં 3 MM, કખેરગામમાં 3 MM, જેતપુર પાવીમાં 3 MM, સંખેડામાં 3 MM, આમોદમાં 2 MM, પલસાણામાં 2 MM, મહુવામાં 2 MM, નાંદોદમાં 1 MM, સાગબારામાં 1 MM, ઝઘડિયામાં 1 MM, સુબિરમાં 1, વાલોદમાં 1 MM વરસાદ નોંધાયો હતો.
12 તાલુકામાં બે ઈંચ કરતા વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 12 તાલુકામાં બે ઈંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે નવસારી અને પલસાણામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ બાકીના 10 તાલુકામાં બે ઈંચ અને સવા ત્રણ ઈંચ વચ્ચે વરસાદ રહ્યો હતો. નીચેના કોષ્ટકમાં વાંચો 12 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| નવસારી | નવસારી | 106 |
| સુરત | પલસાણા | 103 |
| નવસારી | જાલપોર | 87 |
| વલસાડ | ઉમરગામ | 86 |
| નવસારી | ખેરગામ | 75 |
| તાપી | વાલોદ | 64 |
| બોટાદ | બોટાદ | 61 |
| નવસારી | ગણદેવી | 59 |
| વલસાડ | વાપી | 58 |
| સુરત | બારડોલી | 53 |
| નવસારી | ચિખલી | 52 |
| તાપી | વ્યારા | 50 |
18 તાલુકામાં એક ઈંચ અને બે ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતના 18 તાલુકામાં એક ઈંચ અને બે ઈંચ વચ્ચે વરસાદ પડ્યો હતો. આ વિસ્તારોમાં મહુવા, ઓલપાડ, કામરેજ, ધરમપુર, સુત્રાપાડા, બાવળા, રાજુલા, પારડી, ગરીયાધાર, સુરત શહેર, દોલવાન, રાપર, વાગ્રા, પાલિતાણા, ઉના, સાગબારા, લિલ્લા, સોનગઢ તાલુકાનો સમાવેશ થાય છે.
24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતના 159 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો.
આ પણ વાંચોઃ- ગુજરાત વેધર : 24 જિલ્લામાં ભારે, તો 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં કેવો વરસાદી માહોલ?
34 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 34 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુવારી છે. એટલે કે આ વિસ્તારોમાં 1થી 2 એમએમ વરસાદ જ નોંધાયો હતો. ઉપર આપેલી પીડીએફમાં જોઈ શકો છો કે આ વિસ્તારો કયા કયા છે.