Gujarat Rain data, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ચોમાસાનો માહોલ એકદમ જામી ગયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના પોસિના અને બનાસકાંઠાના દાંતિવાડામાં પોણા બે ઈંચ જેટલો નોંધાયો હતો.
આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 62 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આજે શુક્રવારના વરસાદના જાહેર કરેલા આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી ગુજરાતમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે બોટાદમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના ઓલપાડ અને પલસાણામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારે સુત્રાપાડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
શુક્રવારે સવારે 6થી 8 વાગ્યા વચ્ચે ક્યાં કેટલો વરસાદ પડ્યો?
વરસાદના જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે 28 જૂન 2024, શુક્રવારના રોજ સવારે 6થી 8 વાગ્યા સુધી બે કલાકમાં ગુજરાતના 10 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે અમરેલીના સાવરકુંડલામાં ચાર એમએમ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરગામમાં 4 mm, વાપીમાં 3 mm, તળાજામાં 2 mm, ખંભાતમાં 2 mm તેમજ મહેસાણા, ગાંધીનગર, છોટીલા, ઘોઘા, વલસાડમાં 1 mm વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળામાં 114 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના પોસીનામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં પણ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વલસાડના ઉમેરગામમાં પણ દોઢ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
એક ઈંચથી દોઢ ઈંચ વરસાદ ધરાવતા વિસ્તારો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળામાં 11 તાલુકામાં એક ઈંચથી લઈને દોઢ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં કચ્છ, ભાવનગર, બોટાદ, રાજકોટ, વલસાડ, જૂનાગઢ, બનાસકાંઠાના તાલુકાઓનો સમાવેશ થાય છે. વરસાદના આંકડા નીચે કોષ્ટકમાં આપ્યા છે.

11 તાલુકામાં એક ઈંચથી લઈને દોઢ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| કચ્છ | નખત્રાણા | 39 |
| ભાવનગર | મહુવા | 39 |
| બોટાદ | ગઢડા | 35 |
| ભાવનગર | ભાવનગર | 33 |
| રાજકોટ | જેતપુર | 31 |
| કચ્છ | માંડવી | 31 |
| વલસાડ | વાપી | 30 |
| ભાવનગર | વલ્લભીપુર | 27 |
| ભાવનગર | ઘોઘા | 26 |
| જૂનાગઢ | માણાવદર | 25 |
આ પણ વાંચો
- ગુજરાત વરસાદ : કચ્છના ભચાઉમાં ખોળાસરમાં નદીના ભારે પ્રવાહમાં 15 જેટલી ભેંસો તણાઈ, જુઓ વીડિયો
- 10 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા મેઘરાજાની તોફાની બેટિંગ
23 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે રાજ્યના 23 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવ છે. એટલે કે આ વિસ્તારોમાં માત્ર એક અને બે એમએમ વરસાદ નોંધાયો હતો. આ તાલુકાઓમાં વિરપુર, માલ્યા હાતિના, દ્વારકા, ગમદેવી, આમોદ, ગાંધીઘામ, બરવાળા, સાણંદ, જોટાણા, માલપુર, ગારિયાધાર, હાંસોટ, રાણપુર, નવસારી,લખતર, બોરસદ, ધરમપુર, દસાડા, વ્યારા, ધાનપુર, પાલનપુર, વિજયનગર, ધાનેરા, ગલતેશ્વરનો સમાવેશ થાય છે.