Gujarat Rain Updates, Gujarat Weather news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું બરોબર જામી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે આજે પણ 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.
આજે બપોરે 12 વાગ્યા સુધી 63 તાલુકામાં વરસાદ નોંધાયો, દાંતામાં આઠ ઈંચ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ નોંધાયો હતો. જોકે 10 થી 12 વાગ્યા વચ્ચે સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ બપોરે 12 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસદા નોંધાયો હતો.
વરસાદે દાંતામાં ભૂક્કા બોલાયા, ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે સવારે 6થી 10 વાગ્યાના ચાર કલાકના સમયગાળામાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં પડ્યો હતો. અહીં ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નર્મદાના તિલકવાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો.
ગુરુવારે સવારે 6થી 8માં બે કલાકમાં દાંતામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મહેસાણાના સતલાસણામાં એક ઈંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આપેલી પીડીએફમાં જુઓ બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
11 તાલુકામાં પડ્યો 1થી 3 ઈંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સ ઓપેરશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ગુજરાતના 11 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, ભરૂચ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, બસનાકાંઠા જિલ્લાના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| સાબરકાંઠા | ઈડર | 82 |
| ભરૂચ | હાંસોટ | 49 |
| ભરૂચ | નેત્રંગ | 49 |
| મહેસાણા | જોટાણા | 43 |
| સાબરકાંઠા | પ્રાંતિજ | 41 |
| અરવલ્લી | ભિલોડા | 38 |
| મહેસાણા | વિજાપુર | 33 |
| ગાંધીનગર | માણસા | 32 |
| સાબરકાંઠા | હિંમતનગર | 31 |
| બનાસકાંઠા | પાલનપુર | 27 |
| અમદાવાદ | દેત્રોજ | 25 |
24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ
તંત્ર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
વરસાદે 20 તાલુકામાં માત્ર હાજરી પુરાવી
તંત્ર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 20 તાલુકામા માત્ર હાજરી પુરાવા જેવો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં એક અને બે એમએમ જ વરસાદ પડ્યો હતો. આ તુલાકામાં અંકલેશ્વર, ભાવનગર, સિહોર, જલાલપોર, વઘઈ, વાઘોડિયા, દસાડા, બોડેલી, કથલાલ, સાવલી, માંડલ, અમિરગઢ, સતલાસણા, બોરસદ, ડભોઈ, મોરબી, નવસારી, નિઝર, સુબિર, જેતપુર પાવીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો
- ગુજરાત ટુરિઝમ : ઉનાળા વેકેશનમાં 1.35 કરોડ લોકોએ ગુજરાતના પ્રવાસન સ્થળોની લીધી મુલાકાત, જુઓ કયું સ્થળ હોટ ફેવરિટ?
- રાજ્યમાં 24,700થી વધુ કાયમી શિક્ષકોની ભરતી થશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો
8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ 2024, ગુરુવારે ગુજરાતના છ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, સુરત અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.