અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જાહેર રસ્તા પર લુખ્ખાતત્વોનો આતંકનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી અને તમામ આરોપીઓને ઝડપી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં જ વસ્ત્રાલની ઘટના બાદ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુંડાઓનું લિસ્ટ બનાવીને તેમના પર લગામ કસવા માટે 100 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે આજે પૂર્ણ થયું છે. અલ્ટીમેટમની સમયમર્યાદા સમાપ્ત થતા જ ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.
બુધવરે અમદાવાદમાં અસામાજીક તત્વોના ઉત્પાત બાદ એક્શનમાં આવેલી ગુજરાત પોલીસે રાજ્યભરમાંથી ગુંડાઓને પકડીને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધુ છે. રાજ્ય સરકારે એક લિસ્ટ જાહેર કરીને 19 ઠેકાણાઓ પર બુલડોઝર એક્શવ કરવાની જાણકારી આપી છે. આ ઠેકાણા અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ, ભરૂચ, કચ્છ, સુરેન્દ્રનદર, રાજકોટ અને સુરત જિલ્લામાં છે.
દારુ માફિયાઓના ઠેકાણાઓ પર થઈ કાર્યવાહી
પ્રશાસન અનુસાર, આ તમામ જગ્યાઓ દારુ માફીયા, જુગારીઓ, ખનિજ માફિયા, વીજળીની ચોરી કરતા લોકોના છે જે ગેરરીતી કરે છે. આ સિવાય પોલીસે કાર્યવાહી કરતા મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી છે. જેમની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: હવામાન વિભાગ VS અંબાલાલ પટેલની, જાણો ગુજરાતમાં બરાબરની ગરમી ક્યારથી પડશે?
પોલીસે દરેક જિલ્લામાં ગુંડાઓનું લિસ્ટ બનાવ્યું
સૂત્રો અનુસાર રાજ્યના 3500 થી વધુ ગુંડાઓનું પોલીસે હિટલિસ્ટ બનાવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, જૂનાગઢના 372, જામનગરના 285, વડોદરાના 1134, બનાસકાંઠાના 399, ખેડાના 60, અમરેલીના 113, મોરબીના 165 અને અમદાવાદન 1000થી વધુ હિસ્ટ્રીશીટર પોલીસના નિશાના પર છે. આ તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
અપરાધિઓની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર કાર્યવાહી થશે
પોલીસ અનુસાર લિસ્ટેડ અપરાધિઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને તડીપાર કરવા, વાહન ઝપ્તી, વીજળી અને ગટર કનેક્શન કાપવાની સાથે બુલડોઝર એક્શન પણ કરવામાં આવશે.