scorecardresearch
Premium

ગુજરાત શપથ ગ્રહણ સમારોહ : સીએમ પદ માટે ભુપેન્દ્ર પટેલે, મંત્રી મંડળ માટે આ નેતાઓએ લીધા શપથ

Gujarat Oath Taking Ceremony Gujarat Cabinet : ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ગુજરાતના સીએમ પદ માટે ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને તેમની સાથે 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા.

ગુજરાત મંત્રીમંડળમાં આ નેતાઓને સ્થાન મળ્યું
ગુજરાત મંત્રીમંડળમાં આ નેતાઓને સ્થાન મળ્યું

Gujarat Oath Taking Ceremony Gujarat Cabinet : ભુપેન્દ્ર પટેલ સોમવારે બપોરે 2 વાગ્યે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તો તેમની સાથે 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો), 6 રાજ્યકક્ષાના મંત્રીએ શપથ ગ્રહણ કર્યા. મંત્રી મંડળ માટે ઋષિકેષ પટેલ, કનુભાઈ દેસાઈ, બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા અને કુબેરભાઈ ડિંડોર દ્વારા કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. તો હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શપથ ગ્રહણ પહેલા સીએમ હાઉસમાં 16 ધારાસભ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જે ધારણ હતી તેજ 16 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે, તો જોઈએ કયા નેતાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો.

કેબિનેટ મંત્રી

ઋષિકેષ પટેલ
કનુભાઈ દેસાઈ
બલવંતસિંહ રાજપુત
રાઘવજી પટેલ
કુંવરજી બાવળીયા
ભાનુબેન બાબરીયા
મુળુભાઈ બેરા
કુબેરભાઈ ડિંડોર

રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી
જગદીશ વિશ્વકર્મ

રાજ્યકક્ષાના મંત્રી

પરષોત્તમ સોલંકી
બચુ ખાબડ
મુકેશ જીણાભાઈ પટેલ
પ્રફૂલ પાનસેરીયા
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ

તમને જણાવી દઈએ કે, શપથ સમારોહ પહેલા ભાજપના તમામ ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ગાંધીનગરની હોટલ લીલામાં ભોજન લીધું હતું. અહીંથી નેતાઓ શપથ સમારોહના સ્થળ હેલિપેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યા. પૂર્વ મંત્રી નીતિન પટેલ પણ લંચ માટે પહોંચ્યા હતા. જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું કે શું તમને લાગે છે, જો તમે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હોત, તો તમે આજે શપથ લઈ રહ્યા હોત, જેના પર તેમણે કહ્યું કે, “હું આવા કાલ્પનિક વિચારો કરતો નથી.”

Web Title: Gujarat oath taking ceremony bhupendra patel post of cm and leaders cabinet

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×