Gujarat Leading in Green Energy Sector: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં દરેક સેક્ટરને આગળ વધારવા માટે સતત કામ કરી રહ છે. આ અંતર્ગત જ રાજ્ય સરકાર પ્રદેશમાં રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ઝડપી આગળ વધી રહી છે. ગુજરાતે ઓક્ટોબર મહિનામાં 30 ગીગાવોટ (જીડબલ્યૂ)ની રેકોર્ડ ક્ષમતા સાથે રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ઉચ્ચ સ્થાન પણ હાંસલ કર્યું છે. આ દરમિયાન ગુજરાતે સોલાર અને વિંડના સેક્ટરમાં પણ દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
રિન્યૂએબલ એનર્જી સોર્સનો વિકાસ
દેશમાં સોલાર અને વિંડ એનર્જી પ્રતિષ્ઠાનોના મામલે ગુજરાત પ્રથમ સ્થાને છે. આ સિવાય ગુજરાત ભવિષ્ય માટે રિન્યૂએબલ એનર્જી સોર્સના વ્યાપક વિકાસ દ્વારા પર્યાવરણની રક્ષા મામલે પણ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર રિન્યૂએબલ એનર્જી સોર્સના વિસ્તાર માટે પણ પ્રયત્નો કરી રહ્યું છે. ગુજરાત સરકાર આ સેક્ટરમાં રોકાણના પ્રોત્સાહન માટે પણ પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર મોટા ઉદ્યોગોથી લઈ નાના ડેવલોપર્સ સુધીના ક્ષેત્રોને સુવિધાજનક બનાવવા માટે નીતિગત સુધારાઓ દ્વારા પ્રોત્સાહન આપી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો પગ પેસારો, ગાંધીનગરમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન, ક્યારે પડશે કડકડતી ઠંડી?
દેશનું ડી-કાર્બોનાઈજેશન લક્ષ્ય
GUVNL એ વર્ષ 2023-24 દરમિયાન દેશભરમાં 13 ગીગાવોટ કેપેસિટીના રિન્યૂએબલ એનર્જી એગ્રીમેન્ટ પર કરાર કર્યો છે. આ સિવાય દેશમાં પોતાની ઉપલબ્ધિઓને યથાવત રાખતા દેશના ડી-કાર્બોનાઈજેશનના ટાર્ગેટમાં યોગદાન આપવા માટે 2030 સુધી નવીનીકરણ ક્ષણતાનું મહત્ત્વકાંક્ષી લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આ માટે લોંગ ટર્મ રણનીતિ પણ બનાવવામાં આવી છે.
રિન્યૂએબલ એનર્જી 2030
રિન્યૂએબલ એનર્જી ઉદ્યોગના વિકાસની સફળતા અને વધારે પ્રોત્સાહન આફવા રાજ્ય સરકારે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલા ભર્યા છે. જેમાં રિન્યૂએબલ એનર્જીવ નીતિ 2030 અંતર્ગત નવીનીકરણ ઊર્જા પરિયોજનાઓના ડેવલપર્સને પ્રોત્સાહન આફવા નવી યોજના DREBP સામેલ છે. આ યોજના અંતર્ગત ડેવલપર્સ અને નાના રોકાણકાર એક ખુબ જ સરળ પ્રક્રિયાદ્વારા ગુજરાતમાં 5 મેગાવોટની નાની ક્ષમતાવાળી સોલાર એનર્સી પ્રોજેક્ટ અને 10 મેગાવોટની ઓછી ક્ષમતાના વિંડ એનર્જી પ્રોજેક્ટ સ્થાપિત કરી શક્શે. GUVNL/ડિસ્કોમની તરફથી ટેન્ડર પ્રોસેસ વિના સીધા 25 વર્ષ સુધી વીજળીની ખરીદી કોઈપણ કરાર વિના ખરીદી શક્શે.