scorecardresearch
Premium

Gujarat: કક્ષ્તી ચૌધરી એ પીએમ મોદીની હાજરીમાં મેટ્રો ટ્રેન ચલાવી, જાણો કોણ છે આ આદિવાસી યુવતી?

PM Modi Ahmedabad Metro Train: પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગાંધીનગરમાં જે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી, જે તાપી જિલ્લાની આદિવાસી યુવતી કક્ષ્તી ચૌધરી ચલાવી હતી.

kashti Chowdhury | Ahmedabad Gandhinagar Metro Train | PM Modi Flag Ahmedabad Gandhinagar Metro Train |
PM Modi Flad Ahmedabad Gandhinagar Metro Train: પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીગનર થી ગિફ્ટી સિટી સુધીની મેટ્રો ટ્રેનને ગ્રીન સિગ્નલ દેખાડી હતી. (Photo: @BJP4Gujarat)

PM Modi ઇતો AAhmedabad Gandhinagar Metro Train: ગુજરાતની તાપી જીલ્લાની આદિવાસી યુવતીએ મેટ્રો ટ્રેન ચલાવી દેશભરમાં રાજ્યનું નામ રોશન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી. આ મેટ્રો ટ્રેન તાપી જિલ્લાની આદિવાસી યુવતી કક્ષ્તી ચૌધરી ચલાવીને ગિફ્ટી સુધી લઇ ગઇ હતી.

કક્ષ્તી ચૌધરી માટે જિંદગીની યાદગાર ક્ષણ

કક્ષ્તી ચૌધરી માટે પીએમ મોદીની હાજરીમાં મેટ્રો ટ્રેન ચલાવવી જિંદગીની સૌથી યાદગાર ક્ષણ બની રહી છે. માતા પિતાનું એક માત્ર સંતાન કક્ષ્તી ચૌધરી પહેલાથી જ ભણવામાં બહું હોશિયાર છે.

તાપી જિલ્લાની કક્ષ્તી ચૌધરીએ ઉકાઇની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ અને જીવનસાધના હાઇસ્કુલમાં માધ્યમિક શિક્ષણ તેમજ વ્યારામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતુ. રાજકોટની ગવર્મેન્ટ પોલીટેકનિકમાં ઇલેક્ટ્રીકમાં ડિપ્લોમાં કર્યા બાદ વડોદારાની બાબરીયા કોલેજમાંથી ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. અહીં તેમણે ડિર્સ્ટીક્શન સાથે ડિગ્રી એન્જિનિયરિંગ પદવી મેળવી હતી.

કક્ષ્તી ચૌધરી એ મેટ્રો ટ્રેનમાં નોકરી માટે અરજી કરી અને નસીબ ચમક્યું

ભણવામાં બહુ હોશિયાર કક્ષ્તી ચૌધરી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન મેટ્રો ટ્રેનમાં નોકરીની જાહેરાત આવતા અરજી કરી હતી. 3 તબક્કામાં કઠિન પરીક્ષા પાસ કરી કક્ષ્તી ચૌધરી મેટ્રો ટ્રેન ઓપરેટર તરીકે પસંદગી પામ્યા હતા. તેઓ છેલ્લા બે વર્ષથી મેટ્રો ટ્રેન ઓપરેટર તરકે ફરજ બજાવે છે.કક્ષ્તી ચૌધરીના પતિ કેયુરકુમાર ચૌધરી પણ સુરત એરપોર્ટ ઓથોરિટીમાં ફરજ બજાવે છે.

Web Title: Gujarat news kashti chowdhury ahmedabad metro train operates pm narendra modi as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×