scorecardresearch
Premium

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે બનશે ગુજરાત મ્યુઝિયમ, રાજ્યના વિકાસથી લઈ વિરાસત દેખાશે

Gujarat Museum: ગુજરાત વંદના સંગ્રહાલય માટે યોજના અને વિષય-મેટરનું રિસર્ચ પૂર્ણ થઈ ગયુ છે. હવે તેના પ્રેજેંટેશનનું કામ ડિઝાઈન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય તેના વાસ્તુશિલ્પ ડિઝાઈનનું 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

Statue of Unity, Gujarat Museum, Kevadia, Narmada River
આ મ્યુઝિયમમાં લોકોને ગુજરાતની સ્થાપનાથી લઈ રાષ્ટ્રીય વિકાસમાં તેમના યોગદાનનું ઓવરવ્યૂ જોવા મળશે. (તસવીર: X)

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટા સ્તર પર કામ કરી રહી છે. હાઈવે, રોડ અને એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને પણ જાળવી રખવામાં આવી રહી છે. આ કડીમાં રાજ્ય સરકાર તરફથી ગુજરાત વંદના સંગ્રહાલય સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમનું નિર્માણ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે કરવામાં આવી રહ્યું છે.

12 એકડમાં બનશે મ્યૂઝિયમ

આ મ્યુઝિયમનું કામ હાલમાં પ્લાનિંગના શરૂઆતી ફેઝમાં છે. જાણકારી અનુસાર, આ મ્યુઝિયમ કેવડિયામાં નર્મદા નદીના કિનારે ગોરા ગામમાં સ્થાપિત બનશે. આ મ્યુઝિયમને લગભગ 26,000 વર્ગ મીટરમાં બનાવાશે. જે 12 એકડમાં ફેલાયેલું હશે. પ્લાનિંગ અનુસાર પહેલાથી જ આ ડિઝાઈન પર કામ ચાલી રહ્યું છે.

8 ટેક્નોલોજી-એનેલબ્ડ ગેલેરી

જાણકારી અનુસાર આ મ્યુઝિયમની થીમ ‘ગૌરવ-સિદ્ધિ-ઉત્સાહ’ની આસપાસ ફરે છે. આ થીમ ગુજરાતની સાંસ્કૃતિક અને પરંપરાઓને દર્શાવે છે. તેમાં લગભગ 8 ટેક્નોલોજી-એનેબલ્ડ ગેલેરી હશે. આ ગેલેરીમાં ગુજરાતની વીરતા, સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન જેવી વાતોને દેખાડવામાં આવશે. આ સાથે જ તેમાં તે પણ દેખાડવામાં આવશે કે વર્ષ 1960માં ગુજરાતની સ્થાપના કેવી રીતે થઈ.

60 કામ કામ પૂર્ણ

રિપોર્ટ અનુસાર, ગુજરાત વંદના સંગ્રહાલય માટે યોજના અને વિષય-મેટરનું રિસર્ચ પૂર્ણ થઈ ગયુ છે. હવે તેના પ્રેજેંટેશનનું કામ ડિઝાઈન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય તેના વાસ્તુશિલ્પ ડિઝાઈનનું 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

આ પણ વાંચો: મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે

આ મ્યુઝિયમમાં લોકોને ગુજરાતની સ્થાપનાથી લઈ રાષ્ટ્રીય વિકાસમાં તેમના યોગદાનનું ઓવરવ્યૂ જોવા મળશે. મ્યુઝીયમને સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતની વિરાસતને જાળવી રાખી શકાય. આ સાથે જ મ્યુઝીયમનો હેતુ ગુજરાતમાં થઈ રહેલા વિકાસ અને પ્રગતિને ઉજાગર કરવા પર હશે.

Web Title: Gujarat museum to be built near statue of unity heritage from development will displayed rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×