Gujarat Rain Forecast, ગુજરાતમાં વરસાદની આગાહી, ગુજરાત વેધર : ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. આજે 15 જૂન 2024ના રોજથી આગામી 48 કલાકમાં ગુજરાતના 17 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
48 કલાકમાં રાજ્યના 17 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના 17 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ શેવી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

17, 18 અને 19 જૂન માટે કેવી છે આગાહી?
આ ઉપરાંત આજથી 48 કલાક પુરા થયા બાદ એટલે 15-16 જૂનની આગાહી બાદ હવે 17, 18 અને 19 જૂન 2024 દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ યથાવત રહેવાની આગાહી કરાઈ છે. આ તારીખો અંગે રામાશ્રય યાદવે આગાહી કરી છે તેમાં નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- TMC MP યુસુફ પઠાણને વડોદરા કોર્પોરેશની જમીન પર દબાણ કરવા બદલ ફટકારવામાં આવી નોટિસ, જાણો શું છે પૂરો મામલો?
આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ પછી તારીખ 18 અને 19 દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ગરમી 42 ડિગ્રી નજીક
બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે પણ ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી નજીક પહોચ્યો હતો. રાજ્યમાં 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન અને 34 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
આ પણ વાંચોઃ– ગુજરાત એસટી ભરતી, રાજકોટમાં ધો. 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
આ ઉપરાંત અમદાવાદમાં 39.4 ડિગ્રી, ડિસામાં 39.8 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી, રાજકોટમાં 39.5 ડિગ્રી મહત્તમ ગરમી નોંધાઈ હતી. આ ઉપરાંત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ ગરમી રહી હતી.