scorecardresearch
Premium

Gujarat Monsoon Forecast : ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવનઅને ગાજવીજ સાથે પડશે વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : હવામાન વિભાગ દ્વારા આજે 13 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં હજી પણ ગરમી પડી રહી છે.

Gujarat Monsoon Forecast, IMD Rain forecast, Gujarat Weather Updates
ગુજરાતમાં વરસાદની આગાહી – Express photo

Gujarat Monsoon Forecast, ગુજરાતમાં વરસાદની આગાહી, ગુજરાત વેધર : ગુજરાતમાં ચોમાસું આવી ગયાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જોકે, હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે 13 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં હજી પણ ગરમી પડી રહી છે. ગુજરાતમાં મહત્તમ તપામાન 41 ડિગ્રી સુધી નોંધાયું હતું.

Gujarat Monsoon Forecast : ગુજરાતના 9 વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. આ વિસ્તારોની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

Gujarat Weather Forecast, Gujarat Weather Report, Gujarat Weather updates
ગુજરાતમાં વરસાદની આગાહી – Express photo

તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Gujarat Monsoon Forecast : આજે અમદાવાદમાં 42 ડિગ્રી સુધી પહોંચશી ગરમીનો પારો

AccuWeather પ્રમાણે આજે ગુરુવારે અમદાવાદમાં ગરમી વધશે.આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુતમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહશે. શહેરમાં મેક્સીમમ યુવી ઈન્ડેક્સ 5 મોડરેટ રહેશે. જ્યારે પવનની ગતિ 17 કિલોમીટર પ્રતિક કલાકની રહેશે. હવામાં ભેજનું પ્રમામે 62 ટકા રહેશે. આકાશમાં 18 ટકા વાદળો છવાયેલા રહેશે. એકંદરે અમદાવાદીઓને આજે ગરમી અને બફારાનો સામનો કરવો પડશે.

આ પણ વાંચોઃ- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં ગણિત વિષયને લઇને મહત્વની જાહેરાત

ગુજરાતમાં 41.8 ડિગ્રી ગરમી નોંધાઈ

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં મહત્તમ ગરમી 41.8 ડિગ્રી નોંધાઈ હતી. રાજકોટ 41.8 ડિગ્રી મહત્તમ ગરમી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 41.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર, 41.3 ડિગ્રી સાથે વિદ્યાનગર ત્રીજા સ્થાને રહ્યું હતું. આ ઉપરાં અમદાવાદમાં 40.9 ડિગ્રી, ડિસામાં 40.1 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી મહત્તમ ગરમી નોંધાઈ હતી. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ ગરમી રહી હતી.

Web Title: Gujarat monsoon forecast today 13 june 2024 thunderstorm rain forecast in these areas of gujarat how will the weather be in ahmedabad ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×