Heavy rain in Bhavnagar Rajkot, Section 144 in Junagadh: જુનાગઢમાં ભારે વરસાદથી ભયંકર પુર આવતા જાનમાલને બહુ નુકસાન થયુ છે અને હવામાન વિભાગ દ્વારા હજી પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જિલ્લામાં કોઇ અનિચ્છનિય ઘટના ન સર્જાઇ તે માટે જુનાગઢમાં દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. જુનાગઢના જિલ્લા કલેક્ટર અનીલ કુમાર રાણાવાસિયાએ કલમ 144નું જાહેરનામું બહાર પાડ્યુ છે. આજે રવિવારે ભવનગર, રાજકોટ અને અમરેલીમાં ભારે વરસદ પડી રહ્યો છે.
જુનાગઢમાં 144 કલમ લાગુ, તમામ પ્રવાસન સ્થળો પર પ્રવેશ બંધ

જુનાગઢમાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી ભયંકર પુર આવ્યુ છે. આ પુરમાં જાનમાલને ઘણુ નુકસાન થયુ છે. પુર બાદ જુનાગઢમાં કોઇ અનિશ્ચનિય ઘટના ન સર્જાઇ તેની માટે જિલ્લા કલેક્ટર અનીલ કુમાર રાણાવાસિયાએ કલમ 144નું જાહેરનામું બહાર પાડ્યુ છે. જુનાગઢમાં 24 જુલાઇ, 2023ના રાતના 12 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે. કલમ 144 દરમિયાન જુનાગઢમાં લોકોને બિનજરૂર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જુનાગઢમાં રોડ-રસ્તા બન્યા નદી, કારની સાથે સાથે ભેંસો પણ તણાઇ
ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસાનો વરસાદી માહોલ છે. કેટલાંક જિલ્લાઓમાં મેઘમેહર છે તો ક્યાંક મેંઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. જુનાગઢ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જાનમાલને મોટુ નુકસાન થયુ છે. જુનાગઢમાં અતિશય ભારે વરસાદથી કાર-વાહનો, ભેસો પાણીમાં તણાઇ ગયા હતા.
જો કે હાલ પુરના પાણી ઓસર્યા બાદ જુનાગઢમાં ઠેર ઠેર ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યારેક કાર-વાહનો ભંગાર બની ગયા છે તો આલિશાન મકાનો અને રોડ-રસ્તા પર કાદવ-કિચડ ઢગલો છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
રવિવારે ક્યા સૌથી વધારે વરસાદ પડ્યો

ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસાનો માહોલ છે અને જુનાગઢ બાદ હવે અન્ય જિલ્લાઓમાં આભમાંથી આફત વરસી રહી છે. 23 જુલાઇ, 2023 રવિવારના રોજ ગુજરાતમાં સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીના છ કલાકમાં ભાવનગરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં 117 એમએમ, સિહોરમાં 51 એમએમ, રાજકોટના કોટડા સાંગાણીમાં 94 એમએમ અને લોધિકામાં 72 એમએમ, જામનગરના લાલપુરમાં 83 એમએમ, અમરેલીના બાબરામાં 77 એમએમ વરસાદ પડ્યો છે.
બે જિલ્લામાં રેડ એલર્ટ અને 3 જિલ્લામાં ઓરેજન્ડ એલર્ટ

આ પણ વાંચોઃ ગુજરાત વરસાદઃ 5 જિલ્લાઓ માટે આગામી 24 કલાક અતિ ભારે, હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર 23 જુલાઇના 8.30 કલાકથી લઇ 24 જુલાઇ 8.30 કલાક સુધીના 24 કલાક માટે વરસાદને લઇ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ બે જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. તો જુનાગઢ, કચ્છ અને વલસાડમાં પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, સુરત, વડોદરા અને આણંદમાં પણ વરસાદ અંગે યલો એલર્ટ છે, એટલે અહીંયા પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડશે. અમદાવાદ, સુરેન્દ્ર નગર, પાટણ, બનાસકાંઠા, મોરબી, બોટાદ, રાજકોટ, ભરૂચ સહિતના બાકીના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે.