Gujarat Rain: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. સોમવારે 8 જુલાઇના રોજ 58 તાલુકામાં નજીવો વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 8 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છના ભુજ (23 મીમી )નખત્રાણામાં (21 મીમી) એક ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. એટલે કે એકપણ તાલુકામાં 1 ઇંચથી વધાકે વરસાદ નોંધાયો નથી.
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના ભૂજમાં 23 મીમી, નખત્રાણામાં 21 મીમી, ડાંગના આહવામાં 17 મીમી, વલસાડના પારડી, કપરાડા અને મોરબીના ટંકારામાં 16 મીમી, વઘઈ અને વાપીમાં 15-15 મીમી, આ બાજુ જુનાગઢ શહેર અને જિલ્લામાં 13 મીમી વરસાદ નોંધાયો છે. અરવલ્લીના માલપુરમાં 11 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 47 તાલુકામાં 1 થી 9 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે દિવસ દરમિયાન એક ઇંચ પણ વરસાદ વરસ્યો નથી.
ગુજરાત: આ તાલુકાઓમાં 1 ટકાથી પણ ઓછો વરસાદ
ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ પડ્યો છે, તો કેટલાક એવા પણ તાલુકા છે જ્યાં વરસાદ હજી પણ એક આંકડા નોંધાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સરેરાશ 1 ટકા પણ વરસાદ પડ્યો નથી. રવિવાર સુધીમાં તે 0.76 ટકા નોંધાયું છે. જિલ્લાના અન્ય તાલુકા અમીરગઢમાં 7.92 ટકા વરસાદ પડ્યો છે. તો કચ્છના લખપતમા 4.43 ટકા, હારીજમાં 3.35 ટકા, રાધનપુરમાં 5.36 ટકા, સમીમાં 7.22 ટકા અને શંખેશ્વરમાં 7.5 ટકા વરસાદ પડ્યો છે, જે તમામનો પાટણ જિલ્લામાં સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ગુજરાત વેધર : મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાન મચાવી શકે છે, અતિભારે વરસાદની ચેતવણી
અરવલ્લી જિલ્લાના માલપુરમાં (5.53 ટકા) અને બાયડ (7.88 ટકા), સાબરકાંઠામાં વિજયનગર (7.87 ટકા), ખેરાલુ (6 ટકા) અને મહેસાણામાં ઊંઝા (9.88 ટકા), ખંભાત (4.83 ટકા), આણંદમાં સોજીત્રા (8.61 ટકા), અને તારાપુર (9.65 ટકા), છોટા ઉદેપુરમાં જેતપુર પાવી (9 ટકા), પંચમહાલમાં ગોધરા (9.35 ટકા), મહિસાગર જિલ્લામાં લુણાવાડા (9.24 ટકા), દેવગઢભારિયા (8.07 ટકા). ટકા), ફતેપુરા (9.65 ટકા), ગરબાડા (9.8 ટકા), દાહોદ જિલ્લામાં લીમખેડા (8.82 ટકા), વડોદરામાં સાવલી (6.62 ટકા), લખતર (7.91 ટકા), લીંબડી (7.5 ટકા) , મોરબી જીલ્લાના મૂળી (7.2 ટકા) અને થાનગઢ (9.94 ટકા) અને માળીયા માળીયા (6.72 ટકા) રાજ્યના સૌથી ઓછા વરસાદ વાળા તાલુકા છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે જ્યારે ઉત્તર ભારતમાં વરસાદે આફત સર્જી છે. ચોમાસાનો વરસાદ પહાડો પર તબાહી મચાવી રહ્યો છે, યુપી-બિહારમાં પૂરનું સંકટ વધી છે. મુંબઈમાં પણ એક દિવસમાં 11 ઇંચ વરસાદ પડી જતા પાણી જ પાણી થઇ ગયું છે.