Gujarat Monsoon Rain IMD Forecast: ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે, જો કે સરેરાશ વરસાદના આંકડા હજી પણ ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે. ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થયાના લગભગ એક મહિના પછી, કેટલાક જિલ્લાઓમાં સિઝનના સરેરાશ વરસાદના માત્ર 15 ટકાથી ઓછો વરસાદ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના વરસાદના ડેટા મુજબ રાજ્યનો સરેરાશ વરસાદ 23 ટકા સુધી પહોંચી ગયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 30 ટકા અને પૂર્વ મધ્યમાં તેના અડધા, 15 ટકા વરસાદ થયો છે.
ગુજરાતમાં 4 દિવસ વહેલું ચોમાસું બેઠું
ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું 11 જૂને આવી પહોંચ્યુ હતુ, જે તેના સરેરાશ 15 જૂન કરતા ચાર દિવસ વહેલું છે. 2023માં ગુજરાતમાં 25 જૂને વરસાદની શરૂઆત થઈ હતી, ગુજરાતમાં ચક્રવાત બિપરજોયને કારણે 10 દિવસ મોટું ચોમાસું બેઠું હતું.
ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 50.85 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારબાદ જૂનાગઢમાં 46.18 ટકા વરસાદ થયો છે. નોંધનિય છે કે, આ બંને જિલ્લા સૌરાષ્ટ્રમાં આવે છે.
બીજી તરફ આણંદમાં સૌથી ઓછો વરસાદ 11.08 ટકા નોંધાયો છે. 15 ટકાથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા અન્ય જિલ્લામાં દાહોદ 11.20 ટકા, અરવલ્લી 11.46 ટકા, પાટણ 12.5 ટકા, મહિસાગર 13.96 ટકા, સુરેન્દ્રનગર 14.5 ટકા અને સાબરકાંઠા 14.99 ટકા છે.

ગુજરાતના 5 ઝોનમાં કેટલો વરસાદ નોંધાયો (સ્રોત SEOC, ગાંધીનગર)
| વિસ્તાર | વરસાદ |
|---|---|
| સમગ્ર ગુજરાત | 23.01% |
| સૌરાષ્ટ્ર | 30.21% |
| દક્ષિણ ગુજરાત | 26.64% |
| કચ્છ | 25.63% |
| ઉત્તર ગુજરાત | 15.70% |
| પૂર્વ મધ્ય | 15.01% |
ગુજરાતના ખંભાળિયામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો
જો તાલુકા મુજબ જોઇએ તો રાજ્યના 251 તાલુકાઓમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 78.18 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ જ જિલ્લાના દ્વારકાના અન્ય તાલુકામાં આ ચોમાસાની સિઝનમાં બીજા નંબરનો સૌથી વધુ સરેરાશ 58.26 ટકા વરસાદ નોંધાયો છે.
251 તાલુકામાંથી 22 તાલુકાઓમાં 501 થી 1000 મીમી વચ્ચે વરસાદ નોંધાયો છે. જુન મહિનામાં 115 મીમી વરસાદ નોંધાયો છે જ્યારે જુલાઇ માસમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 88.15 મીમી વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા બાદ એકલા જૂનાગઢ જિલ્લાના છ તાલુકાઓમાં સરેરાશ 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વંથલીમાં 57.75 ટકા, વિસાવદરમાં 55.65 ટકા, માણાવદરમાં 54.04 ટકા, જૂનાગઢ શહેરમાં 52.62 ટકા અને મેંદરડામાં 51.02 ટકા વરસાદ પડ્યો છે.
તેવી જ રીતે, અમરેલી જીલ્લાના એકમાત્ર બાબરા તાલુકામાં 50 ટકાથી વધુ સરેરાશ 52.5 ટકા વરસાદ નોંધાયો છે. ભાવનગરના ગારિયાધાર અને મહુવામાં અનુક્રમે 56.07 અને 50.74 ટકા વરસાદ નોંધાયા છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરતના ઓલપાડ તાલુકામાં 53.39 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને માંડવી બંનેમાં અનુક્રમે 54.43 અને 41.23 ટકા વરસાદ નોંધાયો છે, તો જિલ્લામાં અત્યાર સુધીનો કૂલ વરસાદ 25.63 ટકા છે.

ગુજરાતના 5 જિલ્લા જ્યાં સૌથી વધુ વરસાદ પડ્યો
| જિલ્લો | વરસાદ |
|---|---|
| દેવભૂમિ દ્વારકા | 50.85% |
| જૂનાગઢ | 46.18% |
| ભાવનગર | 33.6% |
| સુરત | 32.47% |
| પોરબંદર | 31.58 |
ગુજરાત: આ તાલુકાઓમાં 1 ટકાથી પણ ઓછો વરસાદ
ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ પડ્યો છે, તો કેટલાક એવા પણ તાલુકા છે જ્યાં વરસાદ હજી પણ એક આંકડા નોંધાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સરેરાશ 1 ટકા પણ વરસાદ પડ્યો નથી. રવિવાર સુધીમાં તે 0.76 ટકા નોંધાયું છે. જિલ્લાના અન્ય તાલુકા અમીરગઢમાં 7.92 ટકા વરસાદ પડ્યો છે.
તો કચ્છના લખપતમા 4.43 ટકા, હારીજમાં 3.35 ટકા, રાધનપુરમાં 5.36 ટકા, સમીમાં 7.22 ટકા અને શંખેશ્વરમાં 7.5 ટકા વરસાદ પડ્યો છે, જે તમામનો પાટણ જિલ્લામાં સમાવેશ થાય છે.
આ જ રીતે, અરવલ્લી જિલ્લાના માલપુરમાં (5.53 ટકા) અને બાયડ (7.88 ટકા), સાબરકાંઠામાં વિજયનગર (7.87 ટકા), ખેરાલુ (6 ટકા) અને મહેસાણામાં ઊંઝા (9.88 ટકા), ખંભાત (4.83 ટકા), આણંદમાં સોજીત્રા (8.61 ટકા), અને તારાપુર (9.65 ટકા), છોટા ઉદેપુરમાં જેતપુર પાવી (9 ટકા), પંચમહાલમાં ગોધરા (9.35 ટકા), મહિસાગર જિલ્લામાં લુણાવાડા (9.24 ટકા), દેવગઢભારિયા (8.07 ટકા). ટકા), ફતેપુરા (9.65 ટકા), ગરબાડા (9.8 ટકા), દાહોદ જિલ્લામાં લીમખેડા (8.82 ટકા), વડોદરામાં સાવલી (6.62 ટકા), લખતર (7.91 ટકા), લીંબડી (7.5 ટકા) , મોરબી જીલ્લાના મૂળી (7.2 ટકા) અને થાનગઢ (9.94 ટકા) અને માળીયા માળીયા (6.72 ટકા) રાજ્યના સૌથી ઓછા વરસાદ વાળા તાલુકા છે.
ગુજરાતના 5 જિલ્લા જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો
| જિલ્લા | વરસાદ |
|---|---|
| આણંદ | 11.08% |
| દાહોદ | 11.2% |
| અરવલ્લી | 11.46% |
| પાટણ | 12.5% |
| મહિસાગર | 13.96% |

આ પણ વાંચો | ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, અષાઢી બીજે 19 તાલુકામાં નજીવો વરસાદ
અરવલ્લી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં સારો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલુ અઠવાડિયા દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં માત્ર 9 જુલાઈ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.