Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદ સારો વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 12 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ગણદેવીમાં 4 ઇંચ (97 મીમી ) વરસાદ નોંધાયો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારીના ગણદેવી 97 મીમી, ચીખલી 79 મીમી, વ્યારા 78 મીમી, ખેરગામ 75 મીમી, વલસાડ 71 મીમી, નવસારી 64 મીમી, વલ્લભિપુર 62 મીમી, મહુવા-સોનગઢ 57 મીમી, પારડી,વાલોદ 53 મીમી વરસાદ વરસ્યો છે. એટલે કે 11 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
આ સિવાય ઉમરાળા 49 મીમી, જલાલપોર,વાપીમાં 47 મીમી, ડોલવન 46 મીમી, બારડોલી 40 મીમી, સુત્રાપાડા 38 મીમી, વિસાવદર 37 મીમી, ખેડા 35 મીમી, બાબરા 32 મીમી, વાડિયા,પલાસણા 31 મીમી, વઘઇ,સુબીર 28 મીમી, ધારી 27 મીમી, શિહોર,ધરમપુર, કપરાડામાં 26 મીમી, મહેમદાબાદ, ડાંગ-આહવા, ઉચ્છલમાં 25 મીમી વરસાદ વરસ્યો છે. એટલે કે 20 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 113 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – કોર્ટે જામીન રદ કર્યા બાદ CID હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર, પોલીસ દોડતી થઈ
વરસાદની આગાહી
13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 16મી જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. 17થી 24મી જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે.