scorecardresearch
Premium

Gujarat Rain : ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ, રાજકોટના લોધિકામાં 5 ઇંચ વરસાદ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 9 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Monsoon 2024, Gujarat Rain
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ. (Express photo by Gajendra Yadav)

Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરુ થયો છે. રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 9 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે રાજકોટના લોધિકામાં 5 ઇંચ (130 મીમી ) વરસાદ નોંધાયો છે.

રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજકોટના લોધિકામાં 130 મીમી, ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 114 મીમી, ભાભરમાં 99 મીમી, અમરેલીના લાઠીમાં 87 મીમી, રાજકોટના ધોરાજીમાં 80 મીમી, ખેડાના મહેમદાબાદમાં 73 મીમી, અમરેલીના બગસરામાં 69 મીમી, નખત્રાણામાં 64 મીમી, ખેડાના માતરમાં 59 મીમી, જામકંડોરામાં 55 મીમી, ખેડા શહેરમાં 55 મીમી, તલાલામાં 54 મીમી, વિસાવદરમાં 53 મીમી, મેંદરડામાં 51 મીમી વરસાદ વરસ્યો છે. એટલે કે 14 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો – મહેમદાબાદ અને ધોરાજીમાં ધોધમાર વરસાદ, 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ ઉપરાંત અબડાસામાં 49 મીમી, આણંદના તારાપુરમાં 44 મીમી, રાધનપુર, વાડિયામાં 42 મીમી, ગોંડલમાં 41 મીમી, ભચાઉમાં 38 મીમી, માળિયા હાટીનામાં 37 મીમી, નડીયાદમાં 35 મીમી, રાપરમાં 33 મીમી, લખપત, ઓલપાડમાં 32 મીમી, હારીજમાં 31 મીમી, સુત્રાપાડામાં 30 મીમી, દાંતા, શંખેશ્વર, વાસો અને રાજકોટમાં 28 મીમી, રાણાવાવ 27 મીમી, બેચરાજી 26 મીમી, દેહગામ, ધાંગધ્રામાં 25 મીમી વરસાદ વરસ્યો છે. અન્ય 103 તાલુકામાં 1 થી 24 મીમી વરસાદ નોંધાયો છે.

9 જુલાઇના રોજ આગાહી

આઈએમડીના મતે બુધવારને 9 જુલાઇના રોજ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

Web Title: Gujarat monsoon 138 taluka rain in 9 july 2024 weather and imd forecast updates ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×