Gujarat Rain: ગુજરાતમાં ભરમાં સારો વરસાદ વરસ્યો છે. જુલાઇની શરુઆતથી જ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 5 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધારે 4.5 ઇંચ (117 મીમી)વરસાદ વરસ્યો છે. 42 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડા 117 મીમી, વાંસદા 112 મીમી, કામરેજ 100 મીમી, વલ્લભીપુર 95 મીમી, ખેરગામ 93 મીમી, કપરાડા 88 મીમી, ડોલવાન 86 મીમી, તિલકવાડા 84 મીમી, ડેડિયાપાડા 83 મીમી, ઉમરાળા 77 મીમી, બારડોલી 68 મીમી, મહુવા, વાલોદ 62 મીમી, વ્યારા 61 મીમી વરસાદ વરસ્યો છે.
આ સિવાય વઘઇ 60 મીમી, ચખલી 57 મીમી, માંગરોળ 56 મીમી, સુરત શહેર 55 મીમી, નેત્રંગ 54 મીમી, નવસારી 52 મીમી, સોનગઢ 47 મીમી, ભાવનગર-ગણદેવી 45 મીમી, સાગબારા, ઓલપાડ, જલાલપોર 43 મીમી, ચુડા-સુબીર 40 મીમી, વાસો, ચોર્યાસી 36 મીમી, ગલતેશ્વર,શિનોર 35 મીમી, પલસાણા,ધરમપુર 32 મીમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં તોફાનિ બેટિંગ, બે કલાકમાં નર્મદાના તિલકવાડમાં પોણા બે ઈંચ વરસાદ
શનિવારને 6 જુલાઇની આગાહી
આઈએમડીના મતે શનિવારને 6 જુલાઇના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ અને સૌરાષ્ટ્ર-ક્ચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે.