scorecardresearch
Premium

Gujarat Rain : છેલ્લા 14 કલાકમાં 104 તાલુકામાં મેઘમહેર, 16 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 24 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના લાલપુરમાં સૌથી વધારે 2.5 ઇંચ (65 મીમી) વરસાદ વરસ્યો છે

Gujarat Rain, Gujarat, Rain
Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે

Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 24 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના લાલપુરમાં સૌથી વધારે 2.5 ઇંચ (65 મીમી) વરસાદ વરસ્યો છે. 16 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે સુરતના ઓલપાડમાં 47 મીમી, તાપીના વાલોદમાં 44 મીમી, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 42 મીમી, ડાંગના વઘઇમાં 40 મીમી, વ્યારામાં 39 મીમી, નખત્રાણા અને વલસાડમાં 37-37 મીમી, ભાણવડમાં 36 મીમી, સંખેડામાં 34 મીમી, કરજણમાં 33 મીમી, નેત્રંગમાં 30 મીમી, નાંદોદમાં 28 મીમી, હાલોલમાં 26 મીમી, ડભાઈ અને આહવામાં 25 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય ઘણા સ્થળોએ છુટો છવાયો વરસાદ વરસ્યો છે.

25 જૂનના રોજ બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે

જો 25 જૂનને મંગળવારની વાત કરીએ તો, હવામાન વિભાગે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાય સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ બાજુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તથા કચ્છ વિસ્તારમાં ગાજ વીજ સાથે 30-40 કિમીના પવન સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો – ગુજરાતના આજના સમાચાર : રાજ્યમાં વરસાદી માહોલ, ઉત્તર ગુજરાતમાં સરકારની ભેટ, રાજુલામાં સિંહનો આતંક

26 જૂને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

બુધવારે 26 જૂનના રોજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તથા કચ્છ વિસ્તારમાં મેઘ ગર્જના સાથે 30-40 કિમીના પવન સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.

Web Title: Gujarat monsoon 104 taluka rain in 24 june 2024 weather and imd forecast updates ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×