ગુજરાત લોકસભા ચૂંટણી, Gujarat Richest Candidate : લોકસભા ચૂંટણી 2024 માટે બે તબક્કાનું મતદાન થઈ ગયું છે હવે આગામી 7 મેના રોજ ગુજરાતની તમામ બેઠકો માટે એક સાથે મતદાન થશે. રાજ્યની 26 બેઠકો પર રાજકીય જંગમાં કુલ 266 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ઉમેદવારોમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમ રાજ્યના સૌથી અમીર ઉમેદવાર છે. પૂનમ માદ પાસે 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ADRએ ઉમેદવારોના ચૂંટણી એફિડેવિટ્સના વિશ્લેષણના આધારે આ દાવો કર્યો છે.
ADR મુજબ ગુજરાત રાજ્યના અમીર ઉમેદવારોની યાદીમાં BSPના બારડોલી (અનુસૂચિત જનજાતિ) બેઠકના ઉમેદવાર રેખા ચૌધરી છેલ્લા સ્થાને છે, તેમણે માત્ર 2,000 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.
એડીઆરએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં લોકસભાની 26 બેઠકો માટે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 68 (કુલ ઉમેદવારોના 26 ટકા) કરોડપતિ છે એટલે કે તેમની સંપત્તિ 1 કરોડ રૂપિયાથી વધુ છે.
સુરતના સાંસદ પાસે 17 કરોડથી વધુની સંપત્તિ છે
ADR મુજબ સુરત બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે 17 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
આ પણ વાંચોઃ- ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ ઈતિહાસ: પંજા કપાયો અને કમળ ખીલી ઉઠ્યું, જાણો રસપ્રદ ફેક્ટ્સ
જામનગર લોકસભામાંથી ફરી ચૂંટણી લડી રહેલા પૂનમ માડમે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની સંપત્તિ 42.7 કરોડ રૂપિયા જાહેર કરી હતી, જે 2024માં વધીને 147 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જેમાં રૂ. 60 કરોડની જંગમ મિલકતો અને રૂ. 87 કરોડની સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આ મિલકત પૂનમ માડમ, તેમના પતિ અથવા HUFના નામે છે.
ભાજપના 24 ઉમેદવારો કરોડપતિ છે
- ADR મુજબ વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રૂ. 17 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, જેમાં રૂ. 11.5 કરોડની જંગમ સંપત્તિ અને રૂ. 5.9 કરોડની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.
- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 7 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની માહિતી આપી છે, જેમાં 3 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 4.95 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં રાજપૂતોના ગુસ્સાનો ભાજપ કેવી રીતે કરશે સામનો? PM મોદી પર બધાની નજર, જાણો સમગ્ર મામલો
- ભાજપે 24 ‘કરોડપતિ’ ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે 21 કોંગ્રેસ અને ચાર BSP ઉમેદવારો કરોડપતિ છે.
- ADR રિપોર્ટ અનુસાર, “ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 15 કરોડ રૂપિયા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 6 કરોડ રૂપિયા છે. “ગુજરાતના 15 સૌથી ધનિક ઉમેદવારોમાંથી 8 ભાજપના અને સાત કોંગ્રેસના છે.”