scorecardresearch

Gujarat rain forecast : આજે ગુજરાતના સુરત, તાપી અને નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ, મેઘો ભુક્કા બોલાવશે

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: તાપીના ડોલવાનમાં વરસાદે તોફાની બેટિંગ કરતા 6 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે શનિવારના દિવસ માટે પણ તાપી, નવસારી અને સુરત માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Rain Today Weather Forecast Update
દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી – photo- IMD and X

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ફરીથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે. તાપીના ડોલવાનમાં વરસાદે તોફાની બેટિંગ કરતા 6 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે શનિવારના દિવસ માટે પણ તાપી, નવસારી અને સુરત માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં મેંઘાની સટાસટી વચ્ચે હવામાન વિભાગે ફરીથી ત્રણ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી અને સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે શનિવાર માટે રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના 11 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- અમદાવાદ: તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 8 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો, જાણો આખા કાંડની મોડસ ઓપરેન્ડી

અહીં પડશે છૂટો છવાયો વરસાદ

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, મોબરી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે.

Web Title: Gujarat heavy rains forecast red alert for rain in surat tapi and navsari ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×