scorecardresearch
Premium

વરસાદની આગાહી : આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડશે જોરદાર વરસાદ, ક્યારે ક્યાં પડશે ભારે વરસાદ?

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : ગુજરાતમાં ચોમાસું સક્રિય થતાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Monsoon Forecast, IMD Rain forecast, Gujarat Weather Updates, ગુજરાતમાં ચોમાસું, ગુજરાત વેધર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી – Express photo

Gujarat Rain Forecast, ગુજરાતમાં વરસાદની આગાહી, ગુજરાત વેધર : ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે ત્યારે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ છે.

ગુજરાતમાં પાંચ દિવસ આ વિસ્તારો માટે ભારે

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાંચ દિવસ આભેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં જાણીશું કયા દિવસે ક્યાં ભારે વરસાદ પડશે.

પહેલો દિવસ – 17 જૂન 2024, સોમવાર માટે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 17 જૂન 2024, સોમવારે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સોરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જામનગર, પોરબંદર ઉપરાંત કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર,માં વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.

બીજો દિવસ – 18 જૂન 2024, મંગળવાર માટે વરસાદની આગાહી

હવામાન વિભાગે બીજા દિવસે એટલે કે 18 જૂન 2024, મંગળવાર માટે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દિવ અને કચ્છમાં વરસાદ પડશે.

ત્રીજો દિવસ – 19 જૂન 2024, બુધવાર માટે વરસાદની આગાહી

હવામાન વિભાગે 19 જૂન 2024, બુધવાર માટે વરસદાની આગાહી કરી છે. જેમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદ પડવાી શક્યતાઓ દર્શાવી છે. આ ઉપરાંત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

Gujarat Monsoon Forecast, IMD Rain forecast, Gujarat Weather Updates
ગુજરાતમાં વરસાદની આગાહી – Express photo

ચોથો દિવસ – 20 જૂન 2024, ગુરુવાર માટે આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 જૂન 2024, ગુરુવારના દિવસે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર સહિત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ- Gujarat Rain: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી-પાણી

પાંચમો દિવસ – 21 જૂન 2024, શુક્રવાર માટે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે 21 જૂન 2024, શુક્રવારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની શક્યતાઓ છે ત્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવસમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે.

Web Title: Gujarat heavy rain forecast kutch and saurashtra for the next five days when and where will heavy rain occur ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×