scorecardresearch
Premium

ગુજરાત સરકારે શરૂ કરી બે નવી સેવાઓ, હવે સરળતાથી નામ, અટક અને જન્મ તારીખ સુધારી શકાશે

Gujarat Government New Services: સરકારી રાજપત્ર અને સ્ટેશનરી કચેરી ગાંધીનગર દ્વારા સરકારી ગેઝેટમાં વ્યક્તિના નામ, અટક અને જન્મ તારીખમાં સુધારા કરવા માટે વધુ બે નવી સેવાઓ ઉમેરવામાં આવી છે.

Government of Gujarat, Gandhinagar, Name Change, Surname Change,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (તસવીર -ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર)

Gujarat Government New Services: સરકારી રાજપત્ર અને સ્ટેશનરી કચેરી ગાંધીનગર દ્વારા સરકારી ગેઝેટમાં વ્યક્તિના નામ, અટક અને જન્મ તારીખમાં સુધારા કરવા માટે વધુ બે નવી સેવાઓ ઉમેરવામાં આવી છે. ડિરેક્ટોરેટ ઓફ ગવર્મેન્ટ પ્રિન્ટીંગ એન્ડ સ્ટેશનરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે આ બંને સેવાઓની રાજ્ય સરકારના સામાન્ય અને અસાધારણ ગેઝેટમાં જાહેરાત કરવામાં આવશે.

આ ઉપરાંત ભારતના ગેઝેટમાં નામ, અટક, અર્જન્ટ જાહેરાત બદલવા માટે રૂ. 2,500 અને સામાન્ય ગેઝેટમાં રૂ. રૂ. 1,000 નોન-રિફંડપાત્ર નોંધણી ફી ચૂકવવાની રહેશે. અસાધારણ ગેઝેટમાં પ્રકાશન માટેની અરજીઓ ત્રણ દિવસમાં અસાધારણ ગેઝેટના ભાગ-II માં પ્રકાશિત કરવામાં આવશે. જ્યારે જનરલ ગેઝેટમાં દર ગુરુવારે પ્રસિદ્ધ થતા ગેઝેટમાં નિયમિતપણે પ્રસિદ્ધ કરવામાં આવશે.

આ પણ વાંચો: FB અને WhatsApp દ્વારા પાકિસ્તાન આર્મી સાથે સંપર્ક, માહિતી લીક કરનાર શખ્સને ગુજરાત ATS એ પોરબંદરથી દબોચ્યો

સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં વિસંગતતાના કારણે ઘણા લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે, તેથી રાજ્ય સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે એક સરળ રસ્તો કાઢ્યો છે. નામ અને અટક જે સરકારી ગેજેટમાં દેખાય છે. ત્યાં જ તે સરકારી કચેરીઓમાં માન્ય છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આ અંગે વધુ માહિતી ખાતાની વેબસાઇટ https://egazette.gujarat.gov.in પરથી મેળવી શકાશે.

Web Title: Gujarat government started two new services now correct your name surname and date of birth rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×