scorecardresearch
Premium

ગુજરાત ચૂંટણી એબીપી સી-વોટર સર્વે: મહિલા મતદારો કોની સાથે? બીજેપી, કોંગ્રેસ કે આપને આપશે સમર્થન

Gujarat Assembly Election : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. એબીપી સી-વોટર સર્વે (ABP C-voter Survey) માં મહિલા મતદારો (Gujarat Women Voters) નો મૂડ જાણવાની કોશિસ કરવામાં આવી, ગુજરાતમાં મહિલા મતદારોનું સમર્થન બીજેપી (BJP), કોંગ્રેસ (Congress) કે આપ (AAP) કોને વધારે મળશે તે જોઈએ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી - મહિલા મતદારોનું સમર્થન કોને મળશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી – મહિલા મતદારોનું સમર્થન કોને મળશે

ગુજરાત ચૂંટણી એબીપી સી-વોટર સર્વે : દિવાળી પછી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો (Gujarat Assembly Election Date) ની જાહેરાત હવે ટુંક સમયમાં થઈ શકે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા ABP અને સી-વોટરના સર્વે (ABP-C Voter Opinion Poll) માં ઘણી મોટી બાબતો સામે આવી છે. વાસ્તવમાં સર્વેમાં મહિલા મતદારોનું વલણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં કઈ પાર્ટીને મહિલાઓનું મહત્તમ સમર્થન મળી શકે છે.

મહિલાઓ તરફથી કોને સૌથી વધુ સમર્થન મળશે

સી-વોટર દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ મુજબ ગુજરાતમાં મહિલા મતદારો મહત્વની ભૂમિકા ભજવશે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 35 ટકા મહિલા મતદારોનું સમર્થન મળવાની આશા છે. તો, રાજ્યમાં ઝડપથી પોતાનો પગ જમાવી રહેલી AAPને 17 ટકા મહિલા વોટ શેર મળવાની અપેક્ષા છે. આ સિવાય ભાજપ આ બંને પક્ષોથી મહિલાઓના મત મેળવવામાં ઘણો આગળ રહી શકે છે. મતદાનના અંદાજ મુજબ ભાજપને 45 ટકા મહિલા મતદારોનું સમર્થન મળી શકે છે.

બીજી તરફ, ગુજરાતમાં 25 વર્ષથી ઓછી ઉંમરના 43% યુવા મતદારો માટે ભાજપ પ્રથમ પસંદગી છે. આ સર્વેમાં યુવા મતદારો 39 ટકા કોંગ્રેસને વોટ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન, જ્યાં હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે. તો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, દિવાળી પછી તારીખોની જાહેરાત થઈ શકે છે.

જો કે બંને રાજ્યોમાં રાજકીય ધમધમાટ વધતો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં છે. આ દરમિયાન, એબીપી-સી વોટરે આ ગુજરાતના મતદારોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સાપ્તાહિક ચૂંટણી સર્વેક્ષણમાં, સી-વોટરને ગુજરાતમાં 1,216 અને હિમાચલ પ્રદેશમાં 1,397 લોકોનો મૂડ જોવા મળ્યો. સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

Web Title: Gujarat elections date abp c voter survey women voters support bjp congress aap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×