scorecardresearch
Premium

ગુજરાત ચૂંટણી પરિણામ : જીગ્નેશ મેવાણીએ કહ્યું – …પરંતુ ખબર નહીં કોંગ્રેસે મારો પૂરો ઉપયોગ કેમ ન કર્યો

Gujarat Election Result 2022: કોંગ્રેસ ધારાસભ્ય (Congress MLA) જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 બાદ કહ્યું કે, કોંગ્રેસ મારો ઉપયોગ ન કરી શકી, મહોલ્લા-શહેરમાં જઈ લોકો પાસે એક નવી રણનીતિ, નવી યોજના, નવી ઉર્જા અને નવા વિઝન સાથે જવું પડશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ જીગ્નેશ મેવાણીએ શું કહ્યું?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ જીગ્નેશ મેવાણીએ શું કહ્યું?

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસે (Congress) અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ કર્યો છે. પાર્ટીએ 2017ની ચૂંટણીમાં 77 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસ માત્ર 17 બેઠકો જ જીતી શકી હતી. ગુજરાતમાં પાર્ટીની હાર બાદ, તેના નવા ચૂંટાયેલા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, તેમને એ વાતનો અફસોસ છે કે, ચૂંટણી દરમિયાન પાર્ટી દ્વારા તેમનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ કહ્યું, “હું સમજી શકતો નથી કે, જ્યારે કોંગ્રેસ પાસે મારા જેવો ચહેરો હોય, જે લોકોની કલ્પનાને પકડી શકે, જેની વિશ્વસનીયતા હોય, જે ભાજપ વિરોધી હોય અને સારા કાર્યકરો હોય તો તે કેમ રાજ્યભરમાં જાહેર સભાઓ સંબોધી ન કરી શક્યો? મારી પાસે જાહેરસભાઓ કરાવવા જેવી હતી, લોકો વચ્ચે જવા, અને દલિતોમાં ઉર્જા ભરવા માટે.

જીગ્નેશ મેવાણીએ 2017માં કોંગ્રેસ દ્વારા સમર્થિત અપક્ષ તરીકે તેમની પ્રથમ ચૂંટણી જીતી હતી. તેમના પ્રચાર દરમિયાન કોંગ્રેસના અન્ય યુવા નેતા કન્હૈયા કુમાર, રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીની સાથે મેવાણીના પ્રચાર માટે ગયા હતા.

જીગ્નેશ મેવાણીનું નામ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં હતું: કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં નામ હોવા છતાં જીગ્નેશ મેવાણીએ ઉત્તર ગુજરાતની અમુક બેઠકો અને અમદાવાદના વેજલપુર મતવિસ્તારમાં જ જાહેર સભાઓ સંબોધી હતી. આમાંના મોટા ભાગનું આયોજન તેમણે ઉમેદવારી નોંધાવ્યા પછી કરવામાં આવ્યું હતું, આ સમયે તેઓ તેમના પોતાના વિસ્તારના પ્રચારમાં પણ ફસાઈ ગયા હતા. દરેક સભામાં, મેવાણીએ બિલકિસ બાનો કેસમાં ગેંગરેપ અને હત્યાના દોષિતોને સજાની વિવાદાસ્પદ માફીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

રેલીઓ અને જાહેર સભાઓ માટે ભંડોળની અછતનો સ્વીકાર કરતાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ભાજપ હવે એક પક્ષ નથી પરંતુ એક વિશાળ કોર્પોરેટ એન્ટિટી છે. તેમણે કહ્યું, “ભાજપ પાસે પુષ્કળ પૈસા છે જેની દેશની અન્ય કોઈ રાજકીય પાર્ટી ક્યારેય અપેક્ષા કરી શકે નહીં. જો અમે અલગ-અલગ એંગલથી કેમેરાનો ઉપયોગ કરી શક્યા હોત, હોર્ડિંગ્સ પર 1 લાખને બદલે 15 લાખ રૂપિયા ખર્ચ્યા હોત, તો અમે વધુ જોઈ દેખાઈ શક્યા હોત.

આ પણ વાંચો – Gujarat Election Result Analysis: જાણો ગુજરાત ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ જીતના પાંચ કારણો

જિગ્નેશે કોંગ્રેસને ઊંડું આત્મનિરીક્ષણ કરવાનું આહવાન કરતાં કહ્યું, “હું આ પદ માટે નવો છું, પણ આપણે સાથે બેસવું પડશે અને મેરેથોન સત્ર કરવું પડશે. આપણે લોકો પાસે એક નવી રણનીતિ, નવી યોજના, નવી ઉર્જા અને નવા વિઝન સાથે લોકો પાસે જવું પડશે. આપણે મોહલ્લા અને શહેરોમાં જવું પડશે, બીજો કોઈ વિકલ્પ નથી.”

Web Title: Gujarat election result jignesh mevani said why congress did not use me fully

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×