Gujarat School Marksheet Viral In Social Media: ગુજરાતમાં 200માંથી 211 માર્ક મેળવવાનો આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટે ગુજરાત શિક્ષણ વિભાગમાં કેવી અવ્યવસ્થા છે તેની પોલ ખોલી દીધી છે. હકીકતમાં ગુજરાતના દાહોદ જિલ્લાની એક ગુજરાતી શાળામાં ચોથા ધોરણમાં ભણતી એક બાળકીની પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. રિપોર્ટ કાર્ડ જોઈને બાળકીના માતા-પિતા ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીનીનું પરિણામ વાયરલ થયા બાદ લોકો ગુજરાત શિક્ષણ વિભાગ પર કટાક્ષ કરી રહ્યા છે.
200 માર્કની પરીક્ષામાં 212 માર્ક આવ્યા
આ સમગ્ર ઘટના ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ તુલુકાના ખરસાણા ગામની એક શાળાની છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ધોરણ-4ની વિદ્યાર્થીની માર્કશીટમાં યુવતીએ ગણિતની પરીક્ષામાં 200 માંથી 212 અને ગુજરાતીના પેપરમાં 200 માંથી 211 માર્ક્સ મેળવ્યા હતા.
આ વિદ્યાર્થીનું નામ વનશીબેન મનષભાઈ છે. વંશીની માર્કશીટથી તેના પરિવારના સભ્યોને આશ્ચર્ય થયું છે. માર્કશીટમાં બાળકીને બે વિષયની અંદર મહત્તમ માર્કસ કરતાં વધુ માર્ક આપવામાં આવ્યા છે. માર્કશીટ જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે તેમા સ્કૂલ મેનેજમેન્ટનો વાંક છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો શાળા અને શિક્ષણ વિભાગ પર નિશાન સાંધી રહ્યા છે.
શાળાએ ઝડપથી પોતાની ભૂલ સુધારી લીધી.
જાણકારી અનુસાર માર્કશીટની આ ભૂલ શાળા વિભાગની છે. જો કે વહીવટી તંત્રએ પોતાની ભૂલ સુધારીને વંશી બેનને સુધારેલી માર્કશીટ આપી દીધી છે. આ સુધારેલી માર્કશીટમાં વિદ્યાર્થીનીને ગણિત વિષયમાં 200 ગુણમાંથી 190 ગુણ અને ગુજરાતીમાં 200 ગુણ માંથી 191 ગુણ યુવતીને આપવામાં આવ્યા છે. આ સુધારેલી માર્કશીટમાં વિદ્યાર્થીનીને કૂલ 1000 માંથી 934 માર્ક્સ મળ્યા છે. આ સિવાય માર્કશીટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો | ગુજરાત વિદ્યાપીઠ ભરતી : અમદાવાદમાં સારા પગારની નોકરી માટે સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ પર યૂઝર્સની ફની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે આ ભૂલ ત્રણ સ્ટાફ દ્વારા ચેક કર્યા બાદ પણ થઈ છે. અન્ય એક યુઝરે કહ્યું કે, “આ ગુજરાત મોડલ છે.