Gujarat Coronavirus Case Death Update: કોરોના વાયરસ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં ઘણા મહિનાઓ બાદ કોવિડ 19 વાયરસના સંક્રમણથી એખ દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. હવે જ્યારે કોરોના વાયરસથી એક દર્દીનું મોત નિપજ્યુ છે ત્યારે અમદાવાદમાં આ જીવલેણ સંક્રમણને ળઇ ચિંતા વધી ગઇ છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ન્યુ યર સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં લોકો એક્ઠાં થવાના હોવાથી કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધવાની ચિંતા છે.
અમદાવાદના દરિયાપુરમાં કોરોના સંક્રમિત મહિલાનું મોત (Coronavirus Death In Ahmedabad)
શિયાળો શરૂ થતા જ દેશભરમાં અને ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી દક્ષિણ ભારતમાં જ કોવિડ 19ના સંક્રમણથી દર્દીના મોત થઇ રહ્યા હતા, જો કે આજે ગુજરાતના અમદાવાદમાં પણ વાયરસથી એક દર્દીનું મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અમદાવાદના દરિયાપુરમાં કોરોના વાયરસના સંક્રમણથી એક 82 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ મૃતક મહિલા અક્ષરકૃપા હોસ્પિટલમાં દાખલ હતા. તેમને કોમોર્બિડિટીઝ હતું.
ગુજરાતમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ અમદાવાદમાં (Coronavirus Case In Gujarat)
કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે સંક્રમિત દર્દીના મોતથી રાજ્યના આરોગ્ય મંત્રાલયની ચિંતા વધી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે કોરોના વાયરસના સંક્રમણના નવા બે કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલ કોરોના વાયરસના 35 એક્ટિવ કેસ છે. જેમાં મધ્યઝોનમાં 2 કેસ, પશ્ચિમ ઝોનમાં 14 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11 કેસ, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 5 કેસ, દક્ષિણ ઝોનમાં 3 કેસ છે.

ભારતમાં નવા 412 કોરોના કેસ (Covid 19 Case In India)
ભારતમાં કોરોના વાયરસ અને તેના સબ વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 412 કેસ નોંધાયા છે, આ સાથે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4170 થઇ છે. કોવિડ 19ના સંક્રમણથી કર્ણાટકમાં વધુ 3 દર્દીઓ જીવ ગુમાવ્યો છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 5,33,337 થયો છે. નોંધનિય છે કે, સોમવારે દેશમાં નવા 628 કોરોના કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો | ચીનમાં તાવથી લોકો પીડિત , હોસ્પિટલોમાં કતારો, કોરોના નહીં, તો શું કારણ છે?
ભારતમાં જેએન.1 વેરિયન્ટના 63 કેસ (JN.1 Variant Case In India)
ભારતમાં કોવિડ 19 વાયરસના સબ વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટનના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. દેશમાં રવિવાર સુધી કોરોના વાયરસના સબ વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટના કુલ 63 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ગોવામાં નોંધાયા છે. દેશભરમાં હાલ કોવિડ 19 વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા 4000ને વટાવી ગઇ છે. આ સાથે ગુજરાતમાં પણ ધીમી ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.