scorecardresearch
Premium

ગુજરાત: રીંછ નો માણસ પર હુમલો, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, અઠવાડીયામાં ચોથો હુમલો

Gujarat Chota Udaipur Bear attack on man : છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે રીંછે વહેલી સવારે સ્થાનિક રસિક નાયક નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, એક અઠવાડિયામાં જંગલી પ્રાણી દ્વારા હુમલાની ચોથી ઘટના

Chota Udaipur Bear attack
છોટા ઉદેપુરમાં એક વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Chota Udaipur Bear attack on man : ગુજરાતના છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં એક સ્થાનિક ગ્રામિણ પર રીંછે હુમલો કરતા પુરા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વન વિભાગે હાલમાં એક આક્રમક રીંછની શોધ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, વહેલી સવારે એક 45 વર્ષીય વ્યક્તિ પર હુમલો કર્યો હતો, જ્યારે તે જંગલ વિસ્તારની નજીક જાંબલી ફૂલો તોડવા ગયો હતો.

રીંછના હુમલાથી છોટા ઉદેપુરના ઝોઝ ગામમાં ભયનો માહોલ

પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા વન ટીમ છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે પહોંચી હતી અને પોલીસ અધિકારીઓ પણ સાથે હતા. ગ્રામજનો અનુસાર, રીંછના હુમલામાં પીડિતને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પીડિત રસિક નાયકને સ્થાનિકોએ છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

રીંછે વહેલી સવારે યુવક પર હુમલો કર્યો

વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલો સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે નાયક જંગલથી લગભગ 200 મીટર દૂર વિસ્તારમાં પ્રવેશ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અન્ય એક મહિલાને પણ આ હુમલામાં ઈજા થઈ હતી, જ્યારે તેણીએ આ વિસ્તારમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. રીંછ તેમના પર હુમલો કર્યા બાદ જંગલમાં ગાયબ થઈ ગયું હતું.

આ પણ વાંચોઅમરેલી : સિંહણે એક જ દિવસે ત્રણ વ્યક્તિ પર કર્યો હુમલો, ગામમાં ભયનો માહોલ

ગ્રામજનો લાકડીઓ લઈ આવતા રીંછ જંગલમાં ભાગ્યું

વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્થાનિક લોકો તરત જ લાકડીઓ સાથે નાયક અને મહિલાની મદદ માટે આવ્યા, જેના કારણે રીંછ જંગલમાં ભાગી ગયું. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “રીંછને પકડવા માટે શોધ શરૂ કરવામાં આવી છે કારણ કે, તે છેલ્લા અઠવાડિયામાં ચાર હુમલાઓ માટે જવાબદાર છે, જેનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ વધી રહ્યું છે.”

અમરેલીમાં સિંહે માલધારી યુવક પર કર્યો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે, પાંચ-છ દિવસ પહેલા અમરેલીના દેવરાજીયા ગામ પાસે વન વિસ્તારમાં એક માલધારી પર સિંહે હુમલો કરયો હતો. જેમાં માલધારી યુવક ચોથાભાઈ ગેલભાઈ પડસળીયા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સિંહના હુમલામાં યુવકને સાથળ અને બરડામાં ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ વન વિભાગે તપાસ શરૂ કરી હતી.

Web Title: Gujarat chota udaipur bear attack on man injured fourth attack in a week km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×