scorecardresearch
Premium

ગુજરાત પેટા ચૂંટણી 2025: વિસાવદરમાં આપ તો કડીમાં ભાજપનો વોટ શેર વધ્યો, જાણો કોણે કેટલો જન મત ગુમાવ્યો

Gujarat By-Election 2025 Result: કડી અને વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થયા છે. જેમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે તો કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે.

Kadi by-election 2025, Visavadar by-election 2025
કડી અને વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થયા છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Gujarat By-Election 2025 Result: કડી અને વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થયા છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા 17 હજાર મતની ભારે સરસાઇથી જીત હાંસલ કરી છે. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 39 હજાર કરતાં વધુ મતની સરસાઇ સાથે જીત હાંસલ કરી છે. જોકે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાનમાં વધારો થયો છે તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફી મતદાન ટકાવારીમાં વધારો થયો છે.

ગોપાલ ઈટાલિયાની જીત | ભાજપના મત ઘટ્યા

વિસાવદર વિધાનસભા ચૂંટણી 2022 માં આ બેઠક પર આમ આદમી પાર્ટીને જીત મળી હતી. ભૂપેન્દ્રભાઇ ભાયાણી આ બેઠક પરથી જીત્યા હતા. જોકે એ બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી. વર્ષ 2022ની વાત કરીએ તો તે સમયે આમ આદમી પાર્ટીને 45.18 ટકા મત સાથે 66,210 મત મળ્યા હતા, જ્યારે ભાજપના હર્ષદકુમાર રિબડિયાને 40.36 ટકા મત સાથે 59,147 મત મળ્યા હતા. જોકે વર્ષ 2025ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મતદાન ટકાવારીમાં 5.86 ટકાનો વધારો નોંધાયો છે. આ વખતે આપના ગોપાલ ઈટાલિયાને 75,942 મત મળ્યા છે. એટલે કે ગત વખતની સરખામણીમાં 5.86 ટકાનો વધારો નોંધાયો છે. ત્યાં જ ભાજપને વિસાવદરમાં 1.12 ટકા મત ઓછા મળ્યા છે.

વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતથી વિજયી, ભાજપ ફરી નિરાશ

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી 2025 | AAPના વોટ શેરમાં વધારો

પાર્ટીઉમેદવારવોટટકાવારીટકાવારીમાં ફેરબદલ
આમ આદમી પાર્ટી (AAP)ગોપાલ ઈટાલિયા75,94251.04+5.86
ભાજપકીરિટ પટેલ58,38839.24−1.12
કોંગ્રેસનીતિન રાણપરિયા5,5013.7−7.87
NOTAઉપરમાંથી એક પણ નહીં1,7161.15−0 05

વિસાવદર વિધાનસભા ચૂંટણી 2022 મતદાન આંકડા પર નજર

પાર્ટીઉમેદવારવોટટકાવારીટકાવારીમાં ફેરબદલ
આમ આદમી પાર્ટી (AAP)ભૂપેન્દ્રભાઈ ભાયાણી66,21045.18
ભાજપહર્ષદકુમાર રિબડિયા59,14740.36
કોંગ્રેસકરશનભાઈ વાડોદરિયા16,96311.57
BSPનાથાભાઈ વાઘેલા1,8421.26
NOTAઉપરમાંથી એક પણ નહીં1,7651.2

કડી વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ | ભાજપની ભવ્ય જીત

કડી વિધાનસભા પેટાચૂંટણી 2025 માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જોરદાર સંગ્રામ જોવા મળ્યો હતો. જોકે ભાજપે ભવ્ય જીત સાથે આ બેઠક પર પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. ભાજપના રાજેન્દ્રકુમાર ચાવડાએ હરિફ કોંગ્રેસના રમેશભાઇ ચાવડાને 39 હજાર કરતાં વધુ મતની સરસાઇ સાથે કારમી હાર આપી છે. જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે વર્ષ 2022 ની સરખામણીએ 20225ની કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફી મતદાન ટકાવારીમાં 5.94 ટકાનો વધારો થયો છે. કોંગ્રેસ તરફી મતદાન ટકાવારીમાં 3.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

કડી પેટા ચૂંટણી પરિણામ: ભાજપની જીત, રાજેન્દ્રકુમાર ચાવડાને મળી 39 હજાર મતની લીડ

કડી વિધાનસભા પેટા ચૂંટણી 2025 | ભાજના વોટ શેરમાં વધારો

પાર્ટીઉમેદવારવોટટકાવારીટકાવારીમાં ફેરબદલ
ભાજપરાજેન્દ્ર ચાવડા99,74259.395.94
કોંગ્રેસરમેશ ચાવડા60,29035.93.47
આમ આદમી પાર્ટી (AAP)જગદીશ ચાવડા3,0901.841.78
NOTAઉપરમાંથી એક પણ નહીં1,7011.010.24

કડી વિધાનસભા ચૂંટણી 2022 મતદાન આંકડા પર નજર

પાર્ટીઉમેદવારવોટટકાવારીટકાવારીમાં ફેરબદલ
ભાજપકરશન સોલંકી107,05253.45
કોંગ્રેસપ્રવિણ પરમાર78,85839.37
આમ આદમી પાર્ટી (AAP)હરગોવન ડાભી7,2533.62
NOTAઉપરમાંથી એક પણ નહીં2,5051.25

Web Title: Gujarat by election 2025 in visavadar aap vote share increased in kadi aap vote share increased rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×