Gujarat Budget 2025: ગુજરાત સરકાર વિકાસના કામોની જાહેરાતો પાછળ અઢળક ખર્ચ કરે છે, પરિણામ રાજ્યના કુલ બજેટમાં બિનઉત્પાદકીય ખર્ચનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું કે, ગુજરાત બજેટના કુલ ખર્ચમાં બિનઉત્પાદક ખર્ચ એટલે કે અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિંચર 1.51 લાખ કરોડ રૂપિયા છે. તો બીજી બાજુ ઉત્પાદકીય ખર્ચ એટલે કે પ્રોડક્ટિવ એક્સપેન્ડિંચર 1.33 લાખ કરોડ રૂપિયા છે. આમ ગુજરાતના કુલ બજેટ ખર્ચમાં ઉત્પાદકીય ખર્ચ કરતા બિનઉત્પાદકીય ખર્ચનું પ્રમાણ વધારે છે, જે ચિંતાજનક બાબત છે.
ગુજરાતના કુલ ઉત્પાદનના આંકડા વધુ પડતા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ ઉમેર્યું કે, ગુજરાત સરકાર બજેટમાં મહિલાઓ, બાળકો, અને ખેડૂત માટેની કલ્યાણ યોજનાઓ તેમજ શિક્ષણ અને રોજગાર જેવી યોજનાઓ જરૂરિયાત કરતા ઓછું બજેટ ફાળવી રહી છે. ક્લાયમેન્ટ ચેન્જ, ઉર્જા-પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, શહેરી વિકાસ અને નિર્માણ, ઉદ્યોગ-ખાણ વિભાગ તથા નાણાં વિભાગ માટે બજેટ ફાળવણી ઘટાડવી જોઇએ. ચોક્કસ વિભાગો માટે બિનજરૂરી ફંડની ફાળવણી થઇ રહી છે, જે ઘટાડવી જોઇએ. ગુજરાતના કૂલ ઉત્પાદનના અંદાજીત આંકડા વધારે દર્શાવાય છે, જે રાજ્યના માથાદીઠ દેવા -ઋણ અને આવકના આંકડા સાથે સુસંગત નથી.
Gujarat Government Debt : ગુજરાત સરકાર દેવાના ડુંગર તળે, 3.77 લાખ કરોડનું જાહેર દેવું
ગજુરાત સરકારનું જાહેર દેવું સતત વધી રહ્યું છે. માર્ચ 2024ના અંતે ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું 3,77,962 કરોડ રૂપિયા છે, રાજ્યની કુલ જીડીપીના 15.34 ટકા છે. માર્ચ 2024ના અંતે ગુજરાતનો વર્તમાન GSDP રૂ. 24 લાખ કરોડ આસપાસ હતો. તમને જણાવી દઇયે કે, વર્ષ 2023માં ગુજરાત સરકારનું જાહેર દેવું 338476 કરોડ રૂપિા હતું.
ગુજરાત સરકારના જાહેર દેવામાં સતત વધારો થયો છે. ગુજરાત સરકારનું જાહેર દેવું વર્ષ 2018માં 212591 કરોડ રૂપિયા હતું, જે વર્ષ 2019માં વધીને 240305 કરોડ, વર્ષ 2020માં 267095 કરોડ રૂપિયા, વર્ષ 2021માં 298810 કરોડ રૂપિયા, વર્ષ 2022માં 308302 કરોડ રૂપિયા થયું છે.
Gujarat Budget 2025: કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાત બજેટ 2025
ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે.