scorecardresearch
Premium

GSEB Result 2024 12th Class And Gujcet Result : ધોરણ 12નું પરિણામ ઘરે બેઠા ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકશો, જાણો અહીં

GSEB Result 2024 12th Class And Gujcet Result : ધોરણ 12 અને ગુજકેટ 2024ના પરિણામ આજે 9 મે, 2024 ગુરવારના રોજ સવારે 9.00 કલાકે જાહેર કરાશે

Gujarat Board Class 10th and 12th Result 2024: ગુજરાત બોર્ડ પરિણામ
Gujarat Board Result 2024: ગુજરાત બોર્ડ પરિણામ – Express photo

GSEB Result 2024 12th Class And Gujcet Result : ધોરણ 12 અને ગુજકેટ 2024ના પરિણામ આજે 9 મે, 2024 ગુરવારના રોજ જાહેર થશે.આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર આવતીકાલે 9 તારીખ ના રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે.

કેવી રીતે ઓનલાઇન મેળવવું પરિણામ

  • સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર જવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે.
  • આ સિવાય વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

આ પણ વાંચો – ગુજરાત બોર્ડ પરિણામ 2024, ગુરૂવારે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટ પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

Web Title: Gujarat board gseb result 2024 12th class and gujcet result check here online ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×