ગુજરાતના ભરૂચમાં દ્વારકા શારદાપીઠ દ્વારા સંચાલિત શંકરાચાર્ય મઠના એક ભાગમાં આગ લગાડતા આંશિક રીતે નુકસાન થયું હતું. પોલીસ અનુસાર, કાળા હૂડી જેકેટ, ફેસમાસ્ક અને સફેદ કેપ પહેરેલા એક અજાણ્યા વ્યક્તિએ શુક્રવારે વહેલી સવારે સંતોના અનુષ્ઠાન દરમિયાન બિલ્ડિંગમાં આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની તપાસ માટે સાત વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જોકે ગુજરાત પોલીસે હજુ સુધી આરોપીઓની ધરપકડ કરી નથી. “ફૂટેજથી સ્પષ્ટ થાય છે કે, તે વ્યક્તિ પાસે જ્વલનશીલ પ્રવાહી ખતમ થઈ ગયું, જે તે આસપાસ ફેંકી રહ્યો હતો અને તેથી આગ મઠના એક ભાગ સુધી જ મર્યાદિત રહી, પરંતુ તેનો ઈરાદો સ્પષ્ટ હતો. અમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ભરૂચના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, મઠ અને નજીકની દરગાહ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
ચાવડા સહિત ભરૂચ જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓએ જ્યાં આગ લગાવી હતી તે મંદિર પરિસરના ભાગને કોર્ડન કરી લીધો હતો.
સંત મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ સવારે 5.30 વાગ્યાની આસપાસ મઠના પરિસરમાં પ્રવેશ્યો હતો, તેણે આખા પરિસરમાં થોડું જ્વલનશીલ પ્રવાહી રેડ્યું હતું અને મઠના એક ભાગમાં આગ લગાવી દીધી હતી. “ભાગતા પહેલા, તેણે કાગળના કેટલાક ટુકડા હવામાં ફેંક્યા હતા અને તેના પર કેટલાક ધમકીભર્યા સંદેશાઓ પણ હતા. સીસીટીવી ફૂટેજ તપાસવા પર, અમે જોયું કે, તે પાછલા દરવાજેથી દાખલ થયો હતો”
તેમને શંકા છે કે, આ કૃત્ય મઠ અને લઘુમતી સમુદાય વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદને વધારવા માટે હતુ, જેમાં લઘુમતીઓએ અડીને આવેલી જમીન પર દરગાહ બનાવી હતી, જેનો સ્વમી દાવો કરે છે કે તે મઠની છે.
સ્વામીએ કહ્યું, “મઠની બહાર દરગાહને લઈને વિવાદ થયો છે. તે મઠની જમીન પર દરગાહ બની છે અને વિવાદમાં છે પરંતુ, આ પ્રકારનો હુમલો પ્રથમ વખત થયો છે. હું માનું છું કે ચિટ પરનો સંદેશ મારા માટે હતો.”
આ પણ વાંચો – Exclusive: ગુજરાતમાં ભાજપના કોઈ ઉમેદવારને કોઈ પડકાર નહી, સામેવાળાને પડકારો રહેશે : રૂપાલા
પોલીસે આરોપીઓને શોધવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને અન્ય એકમો સહિત સાત ટીમો બનાવી છે, ચાવડાએ જણાવ્યું હતું કે, મઠને અગાઉ કોઈ ધમકી મળી ન હતી. ભરૂચ જિલ્લા પોલીસે શુક્રવારે બનાવની તપાસ શરૂ કરી હતી.