scorecardresearch
Premium

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભૂપેન્દ્ર પટેલને CM તરીકે રિપીટ કરાશે, આ મુખ્યમંત્રીઓનું થયું છે પુનરાવર્તન

Gujarat Assembly election BJP CM candidate: ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભાજપ કોને પ્રમોટ કરશે એ પ્રશ્નનો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ફોડ પાડ્યો હતો.

ભાજપના મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ
ભાજપના મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતર્યા છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ ખેલાશે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે. ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભાજપ કોને પ્રમોટ કરશે એ પ્રશ્નનો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ફોડ પાડ્યો હતો. શનિવારે ન્યૂઝ ચેનલ TV9 દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીએ જણાવતા કહ્યું હતું કે ‘ગુજરાત બીજેપી યુનિટના પ્રમુખ સીઆર પાટીલે કહ્યું છે કે પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બીજી ટર્મ માટે “પુનરાવર્તન” કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે.’

ગયા વર્ષે વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની આશ્ચર્યજનક પસંદગી થઈ

આ કાર્યક્રમમાં પાટીલે આમ આદમી પાર્ટી (AAP) તરફથી કોઈપણ પડકારને પણ ફગાવી દીધો અને કહ્યું કે કોંગ્રેસ બીજા સ્થાને રહેશે. પાર્ટીના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે પૂછવામાં આવતા પાટીલે કહ્યું: “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારું કામ કર્યું છે અને તેઓનું પુનરાવર્તન (બીજી ટર્મ માટે) કરવામાં આવશે”. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિજય રૂપાણીની વિદાય બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા પટેલ મુખ્ય પ્રધાન તરીકે પક્ષની આશ્ચર્યજનક પસંદગી હતા.

બે મંત્રીઓના પોર્ટફોલીઓ છીનવી લેવાનું આપ્યું કારણ

બે મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને શા માટે બે મહત્વપૂર્ણ વિભાગો અનુક્રમે મહેસૂલ અને રસ્તા અને ઇમારતો ચૂંટણીના મહિનાઓ પહેલાં છીનવી લેવામાં આવ્યા આ અંગે પૂછવામાં આવતા પાટીલે કહ્યું હતું કે “જ્યારે ચૂંટણી માથે આવીને ઊભી છે ત્યારે કામ ઝડપી ગતિએ કરવાની જરૂર છે. આ એક મુદ્દો હતો, અને આ જ કારણ છે કે મુખ્યમંત્રીને બે પોર્ટફોલિયો સોંપવામાં આવ્યા હતા. કારણ કે કેબિનેટ મંત્રીઓ તેમના નિર્ણયો મુખ્યમંત્રીને મંજૂરી માટે મોકલતા હતા, જોકે હવે આ નિર્ણયો ઝડપથી લેવામાં આવશે.

મોદી અને શાહનું માસ્ટર પ્લાનિંગ સહિત ‘બ્રહ્માસ્ત્રો’ ચૂંટણી જીતાડશે

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગનો વધારાનો હવાલો, ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માને રસ્તા અને ઈમારતોનો હવાલો સોંપવામાં આવ્યો છે.
પાટીલે કહ્યું કે ભાજપ પાસે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું માસ્ટર પ્લાનિંગ” સહિત કેટલાક ‘બ્રહ્માસ્ત્રો’ છે, જે વિધાનસભાની ચૂંટણી જીતવામાં મદદ કરશે.

ટિકીટની વહેંચણી મોદી અને શાહ પર છોડાશે

તેમણે કહ્યું કે ટિકીટની વહેંચણી મોદી અને શાહ પર છોડી દેવામાં આવશે. “મેં તમામ ટિકીટ ઇચ્છુકોના બાયોડેટા તેમને સોંપવાનું નક્કી કર્યું છે. તેઓ દરેક કાર્યકર્તાને જાણે છે. અમે સમગ્ર નિર્ણય તેમના પર છોડી દઈશું. આ રીતે ટિકીટ નકારનાર કોઈને પણ અફસોસ થશે નહીં કે જો નિર્ણય મંજૂરી માટે દિલ્હી ગયો હોત તો આવું ન થયું હોત”

AAP દ્વારા કરાયેલા કોઈપણ પડકારને ફગાવી

વિપક્ષ અંગે વાત કરતા પાટીલે કહ્યું કે “કોંગ્રેસનો વોટ શેર 15-18 ટકા સુરક્ષિત છે”. તેમણે કહ્યું કે કોંગ્રેસ ‘નિર્વિવાદ નંબર 2’ છે, અને ઉમેર્યું કે ઐતિહાસિક રીતે ગુજરાતમાં ક્યારેય ચૂંટણીમાં ત્રિકોણીય હરીફાઈ જોવા મળી નથી. “કોંગ્રેસ ઉભા થવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કેન્દ્રમાં અથવા સ્થાનિક સ્તરે કેટલીક ઘટનાઓને કારણે તે બેઠી થઈ શકતી નથી.” AAP દ્વારા કરાયેલા કોઈપણ પડકારને ફગાવી દેતા પાટીલે દાવો કર્યો હતો કે પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફક્ત 27 બેઠકો જીતી છે કારણ કે “PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કાર્યકરોને ટિકીટ આપવામાં આવી હતી”.

કયા મુખ્યમંત્રીઓ થયા છે રિપીટ?

ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતના ઇતિહાસમાં નજર કરીએ તો 1 મે 1960 થી લઈને અત્યાર સુધી ગુજરાતમાં 18 મુખ્યમંત્રીઓ બન્યા છે. જેમાંથી કેટલાક મુખ્યમંત્રીઓ બીજી વખત રિપીટ પણ થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે નરેન્દ્ર મોદીએ કામ કર્યું હતું. ત્યાર બાદ માધવસિંહ સોલંકીએ પણ ચાર વખત મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે ચીમનભાઈ પટેલ ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યા હતા. આ ઉપરાંત બે ટર્મમાં મુખ્યમંત્રી રહ્યા હોય તેવા નેતાઓની વાત કરીએ તો વિજય રૂપાણી, બાબુભાઈ પટેલ, હિતેન્દ્ર કનૈયાલાલ, જીવરાજ મહેતા છે.

અત્યાર સુધીના મુખ્યમંત્રીઓની યાદી

  • ભુપેન્દ્ર પટેલ
  • વિજય રૂપાણી
  • આનંદીબેન પટેલ
  • નરેન્દ્ર મોદી
  • દિલિપ પરીખ
  • શંકરસિંહ વાઘેલા
  • કેશુભાઈ પટેલ
  • છબિલદાસ મહેતા
  • ચિમનભાઈ પટેલ
  • અમરસિંહ ચૌધરી
  • માધવ સિંહ સોલંકી
  • ઘનશ્યામ ઓઝા
  • હિતેન્દ્ર કનૈયાલાલ
  • બળવંતરાય મહેતા
  • જીવરાજ મહેતા

બે કે તેથી વધારે વખત મુખ્યમંત્રી બનેલા નેતાઓ

નરેન્દ્ર મોદી ચાર વખત (સળંગ)
માધવસિંહ સોલંકી ચાર વખત
ચીમનભાઈ પટેલ ત્રણ વખત
વિજય રૂપાણી બે વખત
જીવરાજ મહેતા બે વખત
બાબુભાઈ પટેલ બે વખત

Web Title: Gujarat assembly election bjp cm candidate bhupendra patel

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×