Gujarat Assembly Election 2022 Voting : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે. મતદારોનો મતદાનમાં ઉત્સાહ થોડો ઓછો જોવા મળ્યો, ગત 2017ની વિધાનસભા ચૂ્ંટણી કરતા આ વખતે 5.44 ટકા મતદાન ઓછુ થયું છે. વર્ષ 2017માં પ્રથમ તબક્કામાં 68.33 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 62.89 ટકા મતદાન થયું છે. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે ગુરૂવારે મતદાન થયું હતુ, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ, અપક્ષ સહિત અન્ય પાર્ટીના 778 ઉમેદવારો મેદાને હતા, જેમાં 69 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. તો જોઈએ કયા જિલ્લાની કઈ બેઠક પર 2017માં કેટલા ટકા મતદાન થયું હતું, જેની તુલનામાં 2022ની ચૂંટણીમાં સરેરાશ કેટલા ટકા મતદાન થયું.
ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછુ મતદાન નોંધાયું?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ગઈ કાલે મતદાન થયું જેના સત્તાવાર આંકડા સામે આવી ગયા છે. આ અતંર્ગત નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પર સૌથી વધુ મતદાન નોંધાયું છે. અહીં 82.33 ટકા મતદાન થયું છે. તો કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠક પર મતદારોએ નિરસતા બતાવી છે, અહીં માત્ર 47.86 ટકા મતદાન નોંધાયું છે.
કચ્છ
કચ્છ જિલ્લાની વાત કરીએ તો, અહીં 6 બેઠકો અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠક પર મતદાન થયું, કચ્છ જિલ્લામાં સરેરાશ મતદારોએ મતદાનમાં ઓછો રસ દેખાડ્યો છે. અહીં 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 5 ટકા જેટલું મતદાન ઓછુ નોંધાયું છે. 2017માં કચ્છ જિલ્લામાં 64.34 ટકા મતદાન થયું હતું, જ્યારે 2022ની ચૂંટણીમાં 59.08 ટકા મતદાન નોંધાયું છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | અબડાસા | 1 | 67.15 | 63.75 | -3.4 |
| 2 | માંડવી | 2 | 71.16 | 65.38 | -5.78 |
| 3 | ભૂજ | 3 | 66.71 | 61.64 | -5.07 |
| 4 | અંજાર | 4 | 68.08 | 64.13 | -3.95 |
| 5 | ગાંધીધામ | 5 | 54.54 | 47.86 | -6.68 |
| 6 | રાપર | 6 | 60.14 | 58.35 | -1.79 |
| 64.34 | 59.8 | -4.54 |
સુરેન્દ્રનગર
સુરેન્દ્ર જિલ્લાની પાંચ બેઠકો પર પણ શાંતીપૂર્ણ રીતે મતદાન થયું. અહીં જિલ્લાની પાંચ બેઠકો દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક માટે મતદાન થયું. વર્ષ 2017ની ચૂંટણીની તુલનામાં આ વખતે 2022ની ચૂંટણીમાં સરેરાશ 3.55 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. વર્ષ 2017માં 66.01 ટકા મતદાન થયું હતું તો આ વખતે 2022ની ચૂ્ંટણીમાં 62.46 ટકા મતદાન નોંધાયું છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | દસાડા | 60 | 65.29 | 62.6 | -2.69 |
| 2 | લીમડી | 61 | 63.74 | 62 | -1.74 |
| 3 | વઢવાણ | 62 | 64.48 | 57.62 | -6.86 |
| 4 | ચોટીલા | 63 | 66.26 | 63.28 | -2.98 |
| 5 | ધ્રાંગધ્રા | 64 | 70.04 | 66.77 | -3.27 |
| 66.01 | 62.46 | -3.55 |
મોરબી
મોરબી જિલ્લાની 3 વિધાનસભા બેઠક માટે પણ મતદાન થયું, જેમાં મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠકનું સરેરાશ 69.77 ટકા મતદાન નોંધાયું છે. જો વર્ષ 2017ની આની સાથે તુલના કરીએ તો, 3.89 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. એટલે કે મોરબી જિલ્લાના મતદારોએ પણ મતદાન કરવામાં નિરસતા દેખાડી છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | મોરબી | 71.74 | 67.13 | -4.61 | |
| 2 | ટંકારા | 74.5 | 71.18 | -3.32 | |
| 3 | વાંકાનેર | 74.89 | 71.19 | -3.7 | |
| 73.66 | 69.77 | -3.89 |
રાજકોટ
રાજકોટની વાત કરીએ તો અહીં જિલે્લાની 8 બેઠકો માટે મતદાન શાંતીપૂર્ણ પુરૂ થયું હતું. રાજોકટમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં અહીં 2022માં 6.84 ટકા મતદાન ઓછુ નોંધાયું છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | રાજકોટ પૂર્વ | 68 | 67.28 | 62.15 | -5.13 |
| 2 | રાજકોટ પશ્વિમ | 69 | 68.54 | 56.15 | -12.39 |
| 3 | રાજકોટ દક્ષિણ | 70 | 64.61 | 58.84 | -5.77 |
| 4 | રાજકોટ ગ્રામ્ય | 71 | 64.42 | 61.74 | -2.68 |
| 5 | જસદણ | 72 | 73.95 | 62.48 | -11.47 |
| 6 | ગોંડલ | 73 | 65.72 | 62.81 | -2.91 |
| 7 | જેતપુર | 74 | 71 | 63.22 | -7.78 |
| 8 | ધોરાજી | 75 | 63.23 | 57.2 | -6.03 |
| 67.29 | 60.45 | -6.84 |
જામનગર
જામનગર જિલ્લામાં ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોનો સમાવેશ થાય છે જેમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર બેઠક છે. જો જામનગર જિલ્લાની 2017ના મતદાન સાથે તુલના કરીએ તો, આ વખતે 2022માં 6.69 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર જિલ્લામાં 64.07 ટકા મતદાન થયું હતું, જ્યારે 2022માં 58.01 ટકા મતદાન નોંધાયું છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | કાલાવડ | 76 | 61.1 | 55.61 | -5.49 |
| 2 | જામનગર ગ્રામ્ય | 77 | 66.28 | 56.33 | -9.95 |
| 3 | જામનગર ઉત્તર | 78 | 65.5 | 55.96 | -9.54 |
| 4 | જામનગર દક્ષિણ | 79 | 64.55 | 57.33 | -7.22 |
| 5 | જામજોધપુર | 80 | 66.6 | 65.42 | -1.18 |
| 64.7 | 58.01 | -6.69 |
દેવભૂમી દ્વારકા
દેવભુમી દ્વારકાની બે બેઠકો ખંભાળીયા અને દ્વારકા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થયું. વર્ષ 2017માં અહીં 59.81 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે આ વખતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 61.07 ટકા મતદાન થયું છે, એટલે કે 2017 કરતા 2022માં 01.89 ટકા મતદાન વધારે થયું છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠકનો ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | ખંભાળીયા | 81 | 60.33 | 62.34 | 2.01 |
| 2 | દ્વારકા | 82 | 59.28 | 61.04 | 1.76 |
| 59.81 | 61.7 | 1.89 |
પોરબંદર
પોરબંદરમાં ગુજરાત વિધાનસભાની બે બેઠક પર આ વખતે 2022માં 59.51 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 2.72 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 62.23 ટકા મતદાન થયું હતું.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | પોરબંદર | 83 | 64.77 | 61.98 | -2.79 |
| 2 | કુતિયાણા | 84 | 59.2 | 56.6 | -2.6 |
| 62.23 | 59.51 | -2.72 |
જુનાગઢ
જુનાગઢમાં ગુજરાત વિધાનસભાની 5 બેઠક પર આ વખતે 2022માં 59.52 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 3.63 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 63.15 ટકા મતદાન થયું હતું.
| ક્રમ | બેઠક નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | માણાવદર | 85 | 65.9 | 61.17 | -4.73 |
| 2 | જૂનાગઢ | 86 | 60.59 | 55.82 | -4.77 |
| 3 | વિસાવદર | 87 | 62.32 | 56.1 | -6.22 |
| 4 | કેશોદ | 88 | 61.95 | 62.05 | 0.1 |
| 5 | માંગરોળ | 89 | 65.49 | 63.52 | -1.97 |
| 63.15 | 59.52 | -3.63 |
ગીર સોમનાથ
ગીર સોમનાથની 4 બેઠકો સોમનાથ. તલાલા. કોડિનાર અને ઉના બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થયું. વર્ષ 2017માં અહીં 69.29 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે આ વખતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 65.93 ટકા મતદાન થયું છે, એટલે કે 2017 કરતા 2022માં 03.36 ટકા મતદાન વધારે થયું છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | સોમનાથ | 90 | 75.98 | 72.94 | -3.04 |
| 2 | તલાલા | 91 | 70.22 | 63.39 | -6.83 |
| 3 | કોડિનાર | 92 | 66.39 | 63.77 | -2.62 |
| 4 | ઉના | 93 | 64.19 | 63.17 | -1.02 |
| 69.29 | 65.93 | -3.36 |
અમરેલી
અમરેલી જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે પણ મતદાન થયું, જેમાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા બેઠકનું સરેરાશ 57.69 ટકા મતદાન નોંધાયું છે. જો વર્ષ 2017ની સાથે તુલના કરીએ તો, 4.25 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. એટલે કે અમરેલી જિલ્લાના મતદારોએ પણ મતદાન કરવામાં નિરસતા દેખાડી છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | ધારી | 94 | 60.07 | 52.83 | -7.24 |
| 2 | અમરેલી | 95 | 63.43 | 56.5 | -6.93 |
| 3 | લાઠી | 96 | 61.93 | 58.67 | -3.26 |
| 4 | સાવરકુંડલા | 97 | 56.44 | 54.18 | -2.26 |
| 5 | રાજુલા | 98 | 66.77 | 64.84 | -1.93 |
| 61.84 | 57.59 | -4.25 |
ભાવનગર
ભાવનગરમાં ગુજરાત વિધાનસભાની 7 બેઠક પર આ વખતે 2022માં 59.17 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 3.01 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 62.18 ટકા મતદાન થયું હતું.
| ક્રમ | બેઠક નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | મહુવા | 99 | 64.48 | 61.96 | -2.52 |
| 2 | તળાજા | 100 | 63.88 | 55.01 | -8.87 |
| 3 | ગારીયાધાર | 101 | 55.66 | 60.83 | 5.17 |
| 4 | પાલીતણા | 102 | 59.94 | 58.94 | -1 |
| 5 | ભાવનગર ગ્રામ્ય | 103 | 62.65 | 60.96 | -1.69 |
| 6 | ભાવનગર પૂર્વ | 104 | 65.3 | 56.08 | -9.22 |
| 7 | ભાવનગર પશ્વિમ | 105 | 62.77 | 60.51 | -2.26 |
| 62.18 | 59.17 | -3.01 |
બોટાદ
બોટાદ જિલ્લાની વાત કરીએ તો, અહીં 2 બેઠકો ગઢડા અને બોટાદ બેઠક પર મતદાન થયું, કચ્છ જિલ્લામાં સરેરાશ મતદારોએ મતદાનમાં ઓછો રસ દેખાડ્યો છે. અહીં 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 5.16 ટકા જેટલું મતદાન ઓછુ નોંધાયું છે. 2017માં બોટાદ જિલ્લામાં 62.74 ટકા મતદાન થયું હતું, જ્યારે 2022ની ચૂંટણીમાં 57.58 ટકા મતદાન નોંધાયું છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | ગઢડા | 106 | 56.76 | 51.04 | -5.72 |
| 2 | બોટાદ | 107 | 68.3 | 63.5 | -4.8 |
| 62.74 | 57.58 | -5.16 |
નર્મદા
નર્મદા ગુજરાત વિધાનસભાની 2 બેઠક પર આ વખતે 2022માં 73.05 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 07.17 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 80.67 ટકા મતદાન થયું હતું.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | નાંદોદ | 148 | 76.43 | 65.14 | -11.29 |
| 2 | ડેડીયાપાડા | 149 | 85.5 | 82.33 | -3.17 |
| 80.67 | 73.5 | -7.17 |
ભરૂચ
ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે પણ મતદાન થયું, જેમાં જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ અને અંકલેશ્વર બેઠકનું સરેરાશ 66.61 ટકા મતદાન નોંધાયું છે. જો વર્ષ 2017ની સાથે તુલના કરીએ તો, 06.81 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. એટલે કે ભરૂચ જિલ્લાના મતદારોએ પણ મતદાન કરવામાં નિરસતા દેખાડી છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | જંબૂસર | 150 | 70.55 | 66 | -4.55 |
| 2 | વાગરા | 151 | 77.03 | 68.5 | -8.53 |
| 3 | ઝઘડિયા | 152 | 81.44 | 77.65 | -3.79 |
| 4 | ભરૂચ | 153 | 67.64 | 58.19 | -9.45 |
| 5 | અંકલેશ્વર | 154 | 71.31 | 63.97 | -7.34 |
| 73.42 | 66.61 | -6.81 |
સુરત
સુરતની વાત કરીએ તો અહીં જિલ્લાની 16 બેઠકો માટે મતદાન શાંતીપૂર્ણ પુરૂ થયું હતું. સુરતમાં ઓલપાડ, માંગરોળ, માંડવી,કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજૂરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી અને મહુવા બેઠકનો સમાવેશ થાય છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં અહીં 2022માં 4.52 ટકા મતદાન ઓછુ નોંધાયું છે. સુરત જિલ્લામાં 2017માં 66.79 તો 2022માં 62.27 ટકા મતદાન નોંધાયું છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | ઓલપાડ | 155 | 68.01 | 55.69 | -12.32 |
| 2 | માંગરોળ | 156 | 77.77 | 74.09 | -3.68 |
| 3 | માંડવી | 157 | 80.45 | 76.02 | -4.43 |
| 4 | કામરેજ | 158 | 64.83 | 60.28 | -4.55 |
| 5 | સુરત પૂર્વ | 159 | 67.25 | 64.8 | -2.45 |
| 6 | સુરત ઉત્તર | 160 | 64.06 | 59.24 | -4.82 |
| 7 | વરાછા રોડ | 161 | 63.04 | 56.38 | -6.66 |
| 8 | કારંજ | 162 | 55.99 | 50.54 | -5.45 |
| 9 | લિંબાયત | 163 | 65.66 | 58.52 | -7.14 |
| 10 | ઉધના | 164 | 60.83 | 55.69 | -5.14 |
| 11 | મજુરા | 165 | 62.23 | 58.07 | -4.16 |
| 12 | કતારગામ | 166 | 65.03 | 64.08 | -0.95 |
| 13 | સુરત પશ્વિમ | 167 | 67.71 | 62.92 | -4.79 |
| 14 | ચોર્યાસી | 168 | 61.32 | 56.86 | -4.46 |
| 15 | બારડોલી | 169 | 71.32 | 66.07 | -5.25 |
| 16 | મહુવા | 170 | 76.92 | 73.73 | -3.19 |
| 66.79 | 62.27 | -4.52 |
તાપી
તાપી ગુજરાત વિધાનસભાની 2 બેઠક પર આ વખતે 2022માં 79.42 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 02.51 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 76.91 ટકા મતદાન થયું હતું.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | વ્યારા | 171 | 77.73 | 75.51 | -2.22 |
| 2 | નિઝર | 172 | 80.8 | 78.02 | -2.78 |
| 79.42 | 76.91 | -2.51 |
ડાંગ
ડાંગ જિલ્લાની વાત કરીએ તો, અહીં 1 જ બેઠક છે તે છે ડાંગ, ડાંગ જિલ્લામાં પણ મતદારોએ મતદાનમાં ઓછો રસ દેખાડ્યો છે. અહીં 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 06.48 ટકા જેટલું મતદાન ઓછુ નોંધાયું છે. 2017માં ડાંગ જિલ્લામાં 73.81 ટકા મતદાન થયું હતું, જ્યારે 2022ની ચૂંટણીમાં 67.33 ટકા મતદાન નોંધાયું છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | ડાંગ | 173 | 73.81 | 67.33 | -6.48 |
નવસારી
તાપી ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર આ વખતે 2022માં 71.06 ટકા મતદાન નોંધાયું છે. જેની તુલના 2017ના મતદાન સાથે કરીએ તો, 02.92 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. 2017માં અહીં 73.98 ટકા મતદાન થયું હતું.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | જલાલપોર | 174 | 72.05 | 67 | -5.05 |
| 2 | નવસારી | 175 | 71.29 | 65.79 | -5.5 |
| 3 | ગણદેવી | 176 | 74.09 | 71.49 | -2.6 |
| 4 | વાંસદા | 177 | 77.62 | 78.23 | 0.61 |
| 73.98 | 71.06 | -2.92 |
વલસાડ
વલસાડ જિલ્લાની વાત કરીએ તો, 2017માં અહીં 72.97 ટકા મતદાન નોંધાયું છે. તો 2022માં જિલ્લામાં 69.05 ટકા મતદાન નોંધાયું છે. એટલે કે, 2017 કરતા 2022માં અહીં 3.92 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ બેઠકનો સમાવેશ થાય છે.
| ક્રમ | બેઠકનું નામ | બેઠક ક્રમાંક | 2017 | 2022 | તફાવત |
| 1 | ધરમપુર | 178 | 78.39 | 78.32 | -0.07 |
| 2 | વલસાડ | 179 | 68.97 | 66.13 | -2.84 |
| 3 | પારડી | 180 | 69.37 | 63.6 | -5.77 |
| 4 | કપરાડા | 181 | 84.23 | 77.8 | -6.43 |
| 5 | ઉમરગામ | 182 | 64.52 | 60.43 | -4.09 |
| 72.97 | 69.05 | -3.92 |
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠક માટે મતદાન થઈ ગયું છે અને હવે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાતની તમામ 182 બેઠકોની મતગણતરી શરૂ થશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીની સાથે હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જ છે.