scorecardresearch
Premium

એંકરે પૂછ્યું – ગુજરાતના સીએમ બનવા માંગો છો? અમિત શાહે કહ્યું- તમને નીચે મોકલી દે તો જશો? આટલી વાત સમજાતી નથી

અમિત શાહને એંકર રાહુલ કંવલે પૂછ્યું કે નેતાઓના મનમાં હંમેશા ઇચ્છા હોય છે કે તેણે ક્યારેક ના ક્યારેક એક વખત મુખ્યમંત્રી જરૂર બનવું છે. તમારી અંદર પણ વિચાર છે કે ગુજરાતના મુખ્યમંત્રી બનવું જોઇએ?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (ફાઇલ ફોટો)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (ફાઇલ ફોટો)

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજનીતિ ગરમ છે. આવામાં બધા પક્ષો ચૂંટણીમાં જીત મેળવવા સતત પ્રચાર કરી રહ્યા છે. આ બધા વિષયોને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક ટીવી ચેનલ પર ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું તે ગુજરાતના મુખ્યમંત્રી બનવા માંગો છે? તેના પર અમિત શાહે રસપ્રદ જવાબ આપ્યો હતો.

એંકરે અમિત શાહને પૂછ્યા આવા સવાલો

આજ તક ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં પહોંચેલા અમિત શાહને એંકર રાહુલ કંવલે પૂછ્યું કે નેતાઓના મનમાં હંમેશા ઇચ્છા હોય છે કે તેણે ક્યારેક ના ક્યારેક એક વખત મુખ્યમંત્રી જરૂર બનવું છે. તમારી અંદર પણ વિચાર છે કે ગુજરાતના મુખ્યમંત્રી બનવું જોઇએ?

આ પણ વાંચો – જો કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઈને મારીશ, બીજેપીના બળવાખોર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી ધમકી

અમિત શાહે આપ્યો આવો જવાબ

એંકર દ્વારા કરવામાં આવેલા સવાલ પર અમિત શાહે કહ્યું કે શું મેં તમારું કશું બગાડ્યું છે, સારું-ભલું કામ કરી રહ્યો છું. આવું બોલીને શું કામ નવા વિવાદ શરુ કરી રહ્યા છો. જોકે તમારા બોલવાથી કોઇ બબાલ થશે નહીં કારણ કે મારી વાત પાર્ટી પણ માને છે અને જનતા પણ માને છે. આવું તો બિલકુલ સંભવ જ નથી. આ પછી એંકર ફરી સવાલ કર્યો કે આવું સંભવ કેમ નથી?

જેના પર અમિત શાહે હસતા-હસતા પૂછ્યું કે જો તમે અહીં ન્યૂઝ ડાયરેક્ટર છો અને અહીં તમને એંકર બનાવીને મોકલી દેવામાં આવે તો તમે જશો? આટલી પણ વાત સમજણ પડતી નથી. હવે આવું સપનું જોશો. રાહુલ કંવલે પૂછ્યું કે તમે આ બધાથી આગળ નીકળી ગયા છો? હવે તમે મુખ્યમંત્રી બનાવો છો?

Web Title: Gujarat assembly election 2022 anchor rahul kanwal asks home minister amit shah to become cm of gujarat

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×