scorecardresearch
Premium

ABP C-Voter Survey: પીએમ નરેન્દ્ર મોદીના કામ પર જનતાએ શું કહ્યું? ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 વચ્ચે રિપોર્ટ કાર્ડ જાહેર

Gujarat Assembly Election 2022: એબીપી સી-વોટર દ્વારા સર્વે (ABP C Voter Survey) કરવામાં આવ્યો હતો, ગુજરાતની જનતા મુખ્યમંત્રી તરીકે કોને જોવા માંગે છે, જાણો

PM Narendra Modi
એક સમયે હેંડપંપ બનાવે તોય ઢોલ વગાડતા હતા અને અમે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. એક સમયે સાંજે જમવાના ટાઈમે પણ વીજળી આવતી ન હતી તેના બદલે આજે ગુજરાતમાં 24 કલાક વીજળી આવે છે. હું દિલ્હી ચીકુ લઈને જાવ તો ત્યા બધા કહે કે આવડા મોટા ચીકુ ત્યારે હું કહ્યુ કે આ તો અમારા વલસાડના છે.. નરેન્દ્ર મોદી

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, જ્યારે કોંગ્રેસ છેલ્લી 6 ચૂંટણીઓથી વિપક્ષમાં છે. દરમિયાન સી-વોટરે ગુજરાતનો મૂડ જાણવા ઓપિનિયન પોલ હાથ ધર્યો છે. એબીપી સી-વોટર સર્વેમાં પીએમ નરેન્દ્ર મોદીના કામ પર જનતાએ શું કહ્યું? ગુજરાતના ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદીનું કામ કેવું છે? તેના પર 65 ટકા લોકોએ કહ્યું કે વડાપ્રધાનનું કામ સારું છે, 15 ટકા લોકોએ કહ્યું કે કામ એવરેજ છે અને 20 ટકા લોકોનું માનવું છે કે પીએમ મોદીનું કામ ખરાબ છે.

43 ટકા લોકો સરકાર બદલવા માંગે છે સરકાર

ગુજરાતના લોકોને સર્વેમાં પૂછવામાં આવ્યું કે શું તમે તમારી સરકાર બદલવા માંગો છો? જવાબમાં 43 ટકા લોકોએ કહ્યું કે તેઓ સરકારથી નારાજ છે અને તેને બદલવા માંગે છે. તે જ સમયે, 34 ટકા લોકોએ કહ્યું કે તેઓ સરકારથી નારાજ છે પરંતુ તેને બદલવા માંગતા નથી. જ્યારે 23 ટકા લોકોનું કહેવું છે કે તેઓ ન તો ભાજપ સરકારથી નારાજ છે અને ન તો તેઓ તેને બદલવા માગે છે.

આ પણ વાંચો –  પીએમ મોદીએ કહ્યું- આ વખતે મારે જ મારા બધા રેકોર્ડ તોડવા છે, નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ

આ રહેશે ચૂંટણીના મુખ્ય મુદ્દા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરતાં ગુજરાતના 19% લોકોએ કહ્યું કે ચૂંટણીમાં ધ્રુવીકરણ મુખ્ય મુદ્દો હશે. 27 ટકા લોકોએ રાષ્ટ્રીય સુરક્ષા અને 17 ટકા લોકોએ મોદી-શાહના કામને અસરકારક મુદ્દો ગણાવ્યો. 16 ટકા લોકોએ સરકારની કામગીરી અને 16 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને ચૂંટણીનો મુખ્ય મુદ્દો ગણાવ્યો, જ્યારે 5% ગુજરાતીઓના મતે વિધાનસભાની ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ અસરકારક રહેશે.

તમે મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરશો?

ગુજરાતની જનતા મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરે છે? આ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીની પસંદગી તરીકે વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલને 33 ટકા, વિજય રૂપાણીને 8 ટકા, નીતિન પટેલને 5 ટકા અને હાર્દિક પટેલને 3 ટકા વોટ મળ્યા હતા. સી-વોટર સર્વેમાં સીઆર પાટીલને 3 ટકા, ભરત સોલંકીને 4 ટકા, શક્તિસિંહ ગોહિલને 5 ટકા, અર્જુન મોઢવાડિયાને 7 ટકા, AAPના ઇશુદાન ગઢવી 20 ટકા અને અન્યને 7 ટકા વોટ મળ્યા હતા.

Web Title: Gujarat assembly election 2022 abp c voter survey bjp and pm narendra modi report card

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×