scorecardresearch
Premium

Gujarat Assembly Bypoll Results 2024 : ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2024, પાંચેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

Gujarat Assembly Bypoll Results 2024 : ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2024, માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાત બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી

Gujarat Assembly Bypoll Results 2024, Gujarat Assembly Bypoll Results, Bypoll Results 2024
Gujarat Assembly Bypoll Results 2024 : પેટા ચૂંટણીના શરૂઆતના વલણો પ્રમાણે પાંચેય બેઠકો પર ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. (Express File Photo by Nirmal Harindran)

Gujarat Assembly Bypoll Results 2024, ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 : લોકસભા ચૂંટણી 2024 સાથે ગુજરાત વિધાનસભામાં 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠકોમાં માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાતનો સમાવેશ થાય છે. આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી છે. પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ એક લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે. આ સિવાય ખંભાત, વિજાપુર, માણાવદર અને વાઘોડિયા બેઠક ઉપર પણ જીત મેળવી છે.

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી 2024 – અર્જુન મોઢવાડિયાની જીત

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ 1,16,808 મતોથી જીત મેળવી છે. અર્જુન મોઢવાડિયાને 1,33,163  મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને ફક્ત 16,355 મત મળ્યાં છે.

વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 2024 – સીજે ચાવડાનો વિજય

વિજાપુર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાનો 56,228 મતોથી વિજય થયો છે. સીજે ચાવડાને 1,00,641 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 44,413 મત મળ્યા છે.

વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી 2024 – ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય

વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો 82,108 મતોથી વિજય થયો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને 45.338 મત મળ્યાં છે.

આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 લાઇવ અહીં જુઓ

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી 2024 – અરવિંદ લાડાણીની જીત

માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો 31,016 મતોથી વિજય થયો છે. અરવિંદ લાડાણીને 82,017 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને 51,001 મત મળ્યા છે.

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 – ચિરાગ પટેલનો વિજય

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો 38,328 મતોથી વિજય થયો છે. ચિરાગ પટેલને 88,457 મત મળ્યા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 50,129 મત મળ્યાં છે.

Web Title: Gujarat assembly bypoll results 2024 live updates bjp congress arjun modhwadia cj chavda ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×