Gujarat Raghavji Patel Brain Stroke : ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. રાઘવજી પટેલને શનિવારની રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત લથડી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોન કરી તેમના ખબરઅંતર પૂછ્યા છે.
રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, હોસ્પિટલમાં દાખલ
પ્રાપ્ત માહિતી અનુસાર રાઘવજી પટેલને શનિવારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જામનગરમાં પસાયા બેરાજા ખાતે ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં તે દરમિયાન તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. તેને રાત્રે 3 થી 4 વાગ્યાની આસપાસ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની આઈસીયુ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો | PM મોદીએ ગુજરાતમાં આવાસ યોજના હેઠળ 1 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
રાઘવજી પટેલને બ્રેઇ સ્ટ્રોક આવ્યાના સમાચાર મળતા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ફોન કરીને તેમના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રીએ રાઘવજી પટેલની સારવાર કરનાર ડોક્ટર સાથે વાતચિત કરી હતી. હાલ કૃષિ મંત્રી ડોક્ટરના ઓબઝર્વેશનમાં છે.