GSEB Gujarat Board 12th Science Arts Commerce Result 2024 Live Updates : ગુજરાત બોર્ડે આજે ગુરુવારે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથીવધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે.
કેવી રીતે ઓનલાઇન મેળવવું પરિણામ અહીં વાંચો
ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

એ ગ્રુપના ઉમેદવારોનું પરિણામ – 90.11 ટકા
બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ – 78.34 ટકા
એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 0 68.42 ટકા
અંગ્રેજી માધ્યમનું પરિણામ – 81.92 ટકા
ગુજરાતી માધ્યમનું પરિણામ – 82.94 ટકા
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારિયા – 97.97 ટકા
ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બોડેલી – 47.98 ટકા
ગુજરાતી – 91.98 ટકા
હિન્દી – 85.84 ટકા
મરાઠી- 94.07 ટકા
ઉર્દુ – 97.62 ટકા
સિંધી – 00
અંગ્રેજી – 92.80 ટકા
તમિલ – 00
ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ પ્રમાણે આ વર્ષે 2024નું 91.93 ટકા પરિણામ છે. જોકે, ગત વર્ષ 2023માં સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા રહ્યું હતું. આમ આ વર્ષે 18.66 ટકા વધારે પરિણામ
આવ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામમાં દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 2367 છે. આ ઉપરાંત 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનારા દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા 564 છે.
નિયમિત વિદ્યાથીઓનું પરિણામ – 89.45 ટકા
નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ – 94.36 ટકા
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છાલા – 99.61 ટકા
ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર – ખાવડા – 51.11 ટકા
અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી – 81.92 ટકા
ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી – 82.94 ટકા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા પરિણામ પ્રમાણે ગુજરાતમાં 92.80 ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યનો સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બની ગયો છે જ્યારે 51.36 ટકા પરિણામ સાથે છોટા ઉદેપુર જિલ્લો સૌથી છેલ્લે રહ્યો છે.
ગુજરાત બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડ ધોરણ 12નું 82.45 ટકા પરિણામ જાહેર કરવામાં અવ્યું છે. મોરબી જિલ્લાનું 97.97 ટકા પરિણામ આવ્યું છે.
માર્ચ 2024માં યોજાયેલી ગુજરાત બોર્ડ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે. ત્યારે ધોરણ 12ની પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવશે.
ગુજરાત બોર્ડનું પરિણામ 2024 જોવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. અમે વિદ્યાર્થીઓને સલાહ આપીએ છીએ કે નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની સૂચનાઓ તપાસતા રહે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને જાહેરાત કરી હતી કે શિક્ષણ બોર્ડ આજે સવારે 9 વાગ્યે ધોરણ 12નું પરિણામ જાહેર કરશે. આ ઉપરાંત ગુજકેટનું પણ પરિણામ આજે જાહેર થવાનું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સહિત ગુજકેટ 2024 પરીક્ષાના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોવા મળશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ તેમનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઇ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જોઇ શકે છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
ધોરણ 12 અને ગુજકેટ 2024ના પરિણામ 9 મે 2024 ગુરવારના રોજ જાહેર થશે. આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર આવતીકાલે 9 તારીખ ના રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે.