scorecardresearch
Premium

GSEB SSC Results 2024 : ધોરણ 10 પરિણામ જાહેર, આ 2 કેન્દ્ર પર આવ્યું 100 ટકા રિઝલ્ટ, જાણો ક્યાં આવ્યું સૌથી ઓછું પરિણામ

GSEB Gujarat Board 10th Result 2024 Updates News in Gujarati: ધોરણ 10 માં આ વખતે 82.56 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ આવ્યું છે

GSEB 10th Results 2024, GSEB 10th Results 2024 date, GSEB ssc Results 2024, GSEB 10th ssc Results 2024, Gujarat Board Results,
GSEB SSC Results 2024 Live: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ – Express photo

GSEB Gujarat Board 10th Result 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 માં આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે. આ વર્ષે 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ 10માં સૌથી વધારે પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યનું દાલોદ અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા છે. બન્નેનું કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનું તડ છે. જેનું પરિણામ 41.13 ટકા રહ્યું છે.

100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યાની વાત કરવામાં આને તેની સંખ્યા 1389 છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ – 264 છે. જ્યારે 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 70 છે.

આ પણ વાંચો – ધોરણ 10 ના પરિણામને લેટેસ્ટ માહિતી માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં ધો. 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર બન્યો છે. ગાંધીનગર જિલ્લાનું પરિણામ 87.22 ટકા નોંધાયું છે. આ સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર બન્યો છે. પોરબંદર જિલ્લાનું પરિણામ 74.57 ટકા આવ્યું છે.

ધોરણ 10 પરિણામ – માધ્યમ પ્રમાણે પરિણામની ટકાવારી

માધ્યમ પ્રમાણે પરિણામની ટકાવારીની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમ– 81.17 ટકા, હિન્દી માધ્યમ– 75.90 ટકા, મરાઠી માધ્યમ – 77.99 ટકા, અંગ્રેજી માધ્યમ – 92.52 ટકા, ઉર્દુ માધ્યમ– 81.00 ટકા, સિંધી માધ્યમ– 88.00 ટકા, ઓરિયા માધ્યમ – 92.41 ટકા છે.

Web Title: Gseb gujarat board 10th result 2024 declared highest and lowest result center ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×