Terrorists Arrested from Ahmedabad Airport : અમદાવાદ થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી એટીએસે ચાર આતંકવાદીઓને દબોચી લીધા છે. સૂત્રો અનુસાર ચારે આતંકવાદી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે. એટીએસએ ચારેની ધરપકડ કરી લીધી છે. પોલીસ અનુસાર, ચારે મૂળ શ્રીલંકન નાગરીક.
અમદાવાદ એરપોર્ટથી ચાર આતંકવાદી ઝડપાયા
એટીએસને મોટી સફળતા મળી છે. સૂત્રો અનુસાર, સેન્ટ્રલ એજન્સી દ્વારા મળેલા ઈનપુટ બાદ અમદાવાદ એરપોર્ટ પર સતત વોચ રાખવામાં આવી રહી હતી. ગોલ્ડ સ્મગલીંગથી લઈ તમામ વાંધાજનક બાબતનું ખાસ ધ્યાન રાખી તપાસ રાખવામાં આવી હતી. તે સમયે ચાર આતંકવાદી અમદાવાદ એરપોર્ટથી હાથ લાગ્યા.
ચારે આતંકવાદી ISIS સાથે સંકળાયેલા, મૂળ શ્રીલંકન નાગરીક
આ બાબતે એક અમદાવાદ એરપોર્ટ પર એક વ્યક્તિને શંકાના આધારે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં સંતોષજનક જવાબ મળ્યો નહતો, ત્યારબાદ અન્ય ત્રણની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે એટીએસએ ચાર લોકોની ધરપકડ કરી છે, તેઓ આઈએસઆઈએસ આંતકવાદ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
એટીએસને ચારે આતંકવાદીની તપાસ કરતા તેમની પાસેથી ચેન્નાઈથી અમદાવાદની ટિકિટ મળી હતી, આ સિવાય તેઓ કોલંબોથી ચેન્નાઈ આવ્યા હતા, અને ત્યાંથી અમદાવાદ આવ્યા હતા.
ગુજરાત કેમ આવ્યા? કોને મળવાના હતા? ATS તપાસ શરૂ કરશે
એટીએસએ ચારેની ધરપકડ કરી લીધી છે, હવે તેઓ અમદાવાદ-ગુજરાત કેમ આવ્યા? તેમનો શું ઈરાદો હતો? ગુજરાતમાં કોને મળવાના હતા? રાજ્યમાં કે દેશમાં સ્લીપર સેલ એક્ટીવેશન છે કે નહી, શું મુવમેન્ટ છે? વગેરે વગેરે અન્ય માહિતી મેળવવા સહિતની તપાસ હાથ ધરવામાં આવશે
આઈપીએલ ખેલાડીઓ એરપોર્ટ પર ઉતર્યા અને…., હાઈએલર્ટ
અમદાવાદમાં આઈપીએલ માટે ખેલાડીઓ એરપોર્ટ પર ઉતર્યા હતા, અને થોડા સમયમાં આતંકવાદીઓ પણ એરપોર્ટ પર ઝડપાતા એરપોર્ટ પર હાઈ એલર્ટ જેવો માહોલ સર્જાયો હતો.
અમદાવાદ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદ શહેર સહિત અમદાવાદ ગ્રામ્યની 36 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેસેજ મળ્યા હતા, આ સિવાય હુનિદુ સંગઠનના નેતાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી, જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મૌલવી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ પહેલા દિલ્હીની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
આ પણ વાંચો – ‘કરોડોનો નફો કરતા ઉદ્યોગપતિઓને સરકાર સબસિડી આપી રહી અને…’, સ્માર્ટ મીટરો નો કેમ વિરોધ થઈ રહ્યો? જાણો બધુ જ
સેન્ટ્રલ એજન્સી અને સ્ટેટ તપાસ એજન્સીઓ એક બાજુ દેશમાં લોકસભા ચૂંટણી માટે મદદાન ચાલી રહ્યું છે, અને અલગ અલગ જગ્યાએથી આતંકવાદી પ્રવૃત્તિની ધમકી સહિત સેના પર હુમલા સહિતની ઘટનાઓ બદ એલર્ટ મોડ પર છે. ત્યારે આ બધા વચ્ચે અમદાવાદ એરપોર્ટ થી ચાર આતંકવાદી ઝડપાયા છે.