વડોદરા પોલીસે શનિવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા તેમના ઘરેથી 1 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કર્યા બાદ તેમની સામે ગુનો નોંધ્યો હતો.
રવિવારે એક અખબારી યાદીમાં, પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) એ જણાવ્યું હતું કે, રોકડ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે અરોઠે “કોઈ સંતોષકારક ખુલાસો” નહોતો કર્યો. એસઓજીએ અરોઠેના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો અને 1.01 કરોડ રૂપિયા ભરેલી “ગ્રે બેગ” મળી આવી હતી.
એસઓજીના ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલે જણાવ્યું હતું કે, “રોકડની બેગ અરોઠેના પુત્ર ઋષિના એપાર્ટમેન્ટમાં મળી આવી છે, જે અગાઉ ક્રિકેટ સટ્ટાબાજી અને છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો છે” તેવી બાતમી મળતાં રેડ પાડી રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય “વિક્રાંત રાયપટવાર અને અમિત જનિત નામના અન્ય બે સહયોગીઓ પણ રૂ. 38 લાખની રોકડ સાથે મળી આવ્યા હતા.
પોલીસ અનુસાર, પૂછપરછ કરવા પર, અરોઠ પાસે રહેઠાણમાંથી મળેલી જંગી રકમની રોકડ રકમ વિશે કોઈ સંતોષકારક જવાબ ન હતો અને તેથી, અમે અરોઠે સામે કાર્યવાહી શરૂ કરી હતી. રાયપટવાર અને જનિતની સીઆરપીસીની કલમ 102 (સંપત્તિ જપ્ત કરવાની સત્તા) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2019 માં, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની IPL મેચ દરમિયાન કથિત સટ્ટાબાજીના આરોપમાં શહેરના સ્થાનિક કાફેમાંથી અરોઠે સહિત 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા હતા.
આ પણ વાંચો – વડોદરા : જાંબુઆ તરસાલી વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચના મોત, પાંચ વર્ષની બાળકી નિરાધાર બની
ભારતીય મહિલા ટીમ 2017 માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી ત્યારે બરોડાના પૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર અરોઠે મુખ્ય કોચ હતા, તેમને બે વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું. પરંતુ તેમનો કાર્યકાળ જુલાઇ 2018 માં અકાળે સમાપ્ત થયો, જ્યારે તેમણે ટીમમાં મતભેદના અહેવાલોને પગલે એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામેની હાર બાદ રાજીનામું આપ્યું. તે 2008 અને 2012 વચ્ચે ટીમના કોચિંગ સ્ટાફનો પણ એક ભાગ હતા.