scorecardresearch
Premium

ફોરેસ્ટ ગાર્ડની હિંમતને દાદ! રેલ્વે ટ્રેક પર આવી ચઢેલા સિંહને લાકડી બતાવી ભગાડયો, જુઓ વીડિયો

Lion Viral Video: ભાવનગર રેલ્વે ડિવિઝન હેઠળના મોટાભાગના વિસ્તારોમાં સિંહો અવારનવાર જોવા મળે છે. સિંહ રેલ્વે ફાટક પાસે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. આ પહેલા પણ અનેક વખત આવા વીડિયો સામે આવી ચુક્યા છે.

Lion Video, Bhavnagar Lion Video
વીડિયોમાં એક ફોરેસ્ટ ગાર્ડ ગાયની જેમ રેલ્વે ટ્રેક પરથી સિંહને ભગાડતા જોવા મળી રહ્યો છે. (તસવીર: X)

Lion Viral Video: ભાવનગરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ફોરેસ્ટ ગાર્ડ ગાયની જેમ રેલ્વે ટ્રેક પરથી સિંહને ભગાડતા જોવા મળી રહ્યો છે. આ વીડિયો ભાવનગર રેલ્વે વિભાગ હેઠળના લીલીયા સ્ટેશન પાસે આવેલ રેલ્વે ક્રોસીંગ ફાટકનો હોવાનું કહેવાય છે.

રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે સાવજને રેલ્વે કર્મચારીએ લાકડી વડે કોઈ પણ જાતના ડર વગર ભગાડ્યો હતો. ભાવનગર રેલ્વે ડિવિઝન હેઠળના મોટાભાગના વિસ્તારોમાં સિંહો અવારનવાર જોવા મળે છે. સિંહ રેલ્વે ફાટક પાસે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. આ પહેલા પણ અનેક વખત આવા વીડિયો સામે આવી ચુક્યા છે અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે.

દામનગર નજીકના લીલીયા સ્ટેશનના એલસી-31 ગેટ પર સોમવારે બપોરે 3 કલાકે ફોરેસ્ટ ગાર્ડ ફરજ પર તૈનાત હતો ત્યારે સિંહ ટ્રેક પર આવી ગયો હતો. સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ રેલ્વે કર્મચારી અને સિંહનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સ કર્મચારીની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. આ વિસ્તારમાં સિંહો વારંવાર ટ્રેક પર આવી જાય છે. રેલ્વેએ પહેલાથી જ કેટલાક કેસોની પુષ્ટિ કરી છે. હાલમાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આવામાં વન વિભાગે ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના રક્ષણ માટે આદેશો જારી કર્યા છે. સિંહોની સુરક્ષા માટે કર્મચારીઓ પણ તૈયાર કરાયા છે.

Web Title: Forest guard chases lion away from railway track in bhavnagar viral video rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×