Today Gujarat Rain Forecast, 2nd July 2024 : ગુજરાતમાં ચોમાસાને પગલે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દરેક જિલ્લા અને તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તથા નવસારી જિલ્લામાં આજે મેઘરાજાએ રીતસરનું તાંડવ મચાવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આજની આગાહી અનુસાર, ત્રણ જિલ્લા અને બે કેનેદ્ર શાસિત પ્રદેશ એમ પાંચ વિસ્તારમાં રેડ એલર્ટ, 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે સાંજના 4 વાગ્યાથી સાંજના 6 વાગ્યાસુધીમાં મહેસાણા અને બનાસકાંઠાના દાંતીવાડામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે.
03 જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યંત વરસાદની આગાહી
હવામાન વિભાગની આજની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી શકે છે. જેમાં વલસાડ, નવસારી અને સુરત સહિત બે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
20 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં સર્વાત્રિક વરસાદની આગાહી કરતા 20 જિલ્લાઓમાં અતિભારે વરાસદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ થઈ શકે છે. તો મધ્યમાં મહિસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સિવાય તાપી અને ડાંગ જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરી છે.

10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
તો રાજ્યમાં 10 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
બુધવારે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજની અતિભારે વરસાદની સાથે આવતીકાલે બુધવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે બુધવારે ચાર જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, અને અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ખેડા, મહિસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
મહેસાણા અને દાંતીવાડામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં બે કલાકમાં બનાસકાંઠાના દાંતિવાડા અને મહેસાણામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય બનાસકાંઠાના લાખાણીમાં ફરી મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે અને બે કલાકમાં 21 મીમી વરસાદ પડ્યો છે. તો બેચરાજીમાં 30 મીમી, અમદાવાદના દેત્રોજ રામપુરામાં 18 મીમી, ડીસામાં 15 મીમી, અમદાવાદના માંડલમાં 12 મીમી, મહેસાણાના વડનગરમાં 10 મીમી, પાલનપુર, બાલાસિનોર અને સાણંદમાં 5 મીમી, જોટાણા, વડગામ, કઠલાલ, તીલકવાડા, અને નસવાડીમાં 4 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ઊંઝા, કાવંત અને નાંદોદમાં 3 મીમી, તો વાંસદા, નડિયાદ, દાંતા, રાધનપુર, ઉમરેઠ, ધોળકા, ગરૂડેશ્વરમાં 2 મીમી અને થરાદ, બારડોલી, અંકલેશ્વર, વડાલી, છોટા ઉદેપુર, હાલોલ અને ડભોઈમાં 1 મીમી વરસાદ નોંધાયો છે.