scorecardresearch
Premium

સુરતમાં ફોર્ચ્યુન મોલના ત્રીજા માળે લાગી આગ, 2 મહિલાના મોત, ફાયર ફાઈટરની 12 ગાડીઓ ઘટનાસ્થળે

Surat Fortuner Mall Fire: સુરતમાં ફરી એક વખત આગની ઘટના બની છે અને આ ઘટનામાં બે લોકોના મોત થયાની જાણકારી સામે આવી રહી છે.

Earthquake in North Gujarat, Patan Earthquake,
ઉત્તર ગુજરાતમાં ભૂકંપ . (Breaking News Photo)

Surat Fortuner Mall Fire: સુરતમાં ફરી એક વખત આગની ઘટના બની છે અને આ ઘટનામાં બે લોકોના મોત થયાની જાણકારી સામે આવી રહી છે. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના બની છે. હાલમાં ઘટના સ્થળે 12 જેટવી ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આ બિલ્ડીંગના ત્રીજા માળે કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જીમની ઉપર સ્પામાં ફસાયેલી બે મહિલાઓ આગની ઘટનાના કારણે મોત થયા છે. ત્યાં જ આ ઘટના બનતા મોલમાં આવેલા સ્પા એન્ડ જીમમાં 2 મહિલાના મોત થયા છે.

ઘટનાની જાણ થતાં પ્રત્યક્ષદર્શીઓએ ફાયર વિભાગ અને 108ની ટીમને ફોન કરીને જાણકારી આપી હતી. જે બાદ 108 અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. હાલમાં ઘટનાસ્થળે 12 જેટલી ફાયર વિભાગની ગાડી આ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે.

Web Title: Fire broke out on the third floor of fortuner mall in surat 2 people are feared dead rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×