ગુજરાતના જામનગરની એક અદાલતે શનિવારે જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે અને ફરિયાદીને રૂ. 2 કરોડ ચૂકવવા પણ નિર્દેશ આપ્યો છે.
દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક રાજકુમાર સંતોષી “ઘાયલ” અને “ઘાતક”, કોર્ટ ડ્રામા “દામિની” અને આઇકોનિક કોમેડી ફિલ્મ “અંદાઝ અપના અપના” જેવા એક્શન બ્લોકબસ્ટર માટે જાણીતા છે.
વરિષ્ઠ સિવિલ જજ વી.જે. ગઢવીએ સંતોષીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી અને તેને ફરિયાદીને રૂ. 2 કરોડ ચૂકવવા કહ્યું હતું, જે તેમની પાસેથી લીધેલી રકમ કરતાં બમણી છે.
ત્યારપછી કોર્ટે આદેશ પર 30 દિવસના સ્ટે માટે સંતોષીની અપીલ સ્વીકારી હતી, જેથી તે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. એક ઉદ્યોગપતિ અશોક લાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે સંતોષીને ફિલ્મના નિર્માણ માટે 1 કરોડ રૂપિયા ઉછીના આપ્યા હતા, જેના બદલામાં ફિલ્મ નિર્માતાએ તેને 10-10 લાખ રૂપિયાના 10 ચેક આપ્યા હતા.
જ્યારે બેંક ખાતામાં ભંડોળના અભાવને કારણે 10 ચેક રિટર્ન થયા હતા, ત્યારે લાલે તેને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ કાનૂની નોટિસ જાહેર કરી હતી અને સંતોષી પૈસા પરત કરવામાં નિષ્ફળ જતાં 2017 માં કોર્ટનો સંપર્ક કર્યો હતો.
લાલના વકીલ પીયૂષ ભોજાણીએ જણાવ્યું હતું કે, “ત્યારબાદ, આરોપીએ તેની સામે દાખલ કરાયેલા કેસને મુંબઈની કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી, જેને ફરિયાદીએ સેશન્સ કોર્ટમાં પડકારી હતી. સેશન્સ કોર્ટે સંતોષી સામેના તમામ કેસોની સુનાવણી જામનગરમાં કરવાનો નિર્દેશ આપ્યો હતો.”
આ પણ વાંચો – દંગલ ફિલ્મની અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયમાં જ નિધન, એવું શું થયું તેની સાથે?
આ પછી કોર્ટે ફિલ્મ નિર્માતા વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું હતું પરંતુ, તે તેનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા.
ભોજાણીએ જણાવ્યું હતું કે, સમન્સ છતાં સંતોષી જામનગર કોર્ટમાં હાજર થયો ન હતો ત્યારે કોર્ટે તેની સામે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું, ત્યારબાદ તે હાજર થયો હતો.