scorecardresearch
Premium

અમરેલી: ટીંબી ગામે 36 વર્ષીય ખેડૂતને સિંહણે ફાડી ખાધો, મૃતદેહ છોડાવવા JCB ની મદદ લેવાઈ

Amreli Lion Attack: અમરેલી જાફરાબાદના છેવાડાના ટીંબી ગામમાં સિંહણ હુમલાનો મામલો સામે આવ્યો છે. આ હુમલામાં 36 વર્ષીય ખેડૂતને સિંહણે ફાડી ખાધો હતો. આ ઘટના બાદ ટીંબી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Amreli Lion Attack, Amreli Forest, Gujarat
વનવિભાગે જેસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ કરી સિંહણને તાબે કરવાનો પ્રયાસ કર્યો હતો. (તસવીર: સોશિયલ મીડિયા)

Amreli Lion Attack: અમરેલી જાફરાબાદના છેવાડાના ટીંબી ગામમાં સિંહણ હુમલાનો મામલો સામે આવ્યો છે. આ હુમલામાં 36 વર્ષીય ખેડૂતને સિંહણે ફાડી ખાધો હતો. આ ઘટના બાદ ટીંબી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, જાફરાબાદના છેવાડાના ટીંબી ગામમાં રહેતા એક 36 વર્ષીય ખેડૂત પર સિંહણે હુમલો કર્યો હતો અને આ હુમલામાં સિંહણે ખેડૂતનો મૃતદેહ ફાડી ખાધો હતો. જોકે આ ઘટના બાદ સ્થાનિક લોકો અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ હુમલાખોર સિંહણ માનવ મૃતદેહ છોડી રહી ન હતી. જે બાદ વનવિભાગે જેસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ કરી સિંહણને તાબે કરવાનો પ્રયાસ કર્યો હતો. અને એક કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ ખેડૂતના મૃતદેહથી મહા મહેનતે વનવિભાગે સિંહણને દૂર કરી હતી.

શેત્રુજી રેન્જ અને જસાધાર રેન્જ દ્વારા સિંહણને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં વનવિભાગ દ્વારા સિંહણને ટ્રાન્ગ્યૂલાઈજ કરીને પાંજરે પૂરી દેવામાં આવી હતી. જોકે આ ઘટનામાં એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, સિંહણની પજવણી બાદ સિંહણ આક્રમક બની હોઈ શકે છે. શેત્રુજી વનવિભાગના DCF જયંત પટેલ સહિતના સ્ટાફે 1 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ સિંહણ પાંજરે પુરી હતી. અને હવે સિંહણને જસાધાર રેન્જ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Web Title: Farmer dies in lioness attack in timbi village of amreli rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×