scorecardresearch
Premium

Gujarat Exit Poll Results 2024 : ગુજરાત એક્ઝિટ પોલ 2024 પરિણામ, જાણો કોને મળશે કેટલી સીટ?

Gujarat Exit Poll 2024 Lok Sabha Election Results updates in Gujarati: 1 જૂને મતદાન ખતમ થતાની સાથે જ અલગ-અલગ એજન્સીઓ અને ટીવી ચેનલોના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. સાચા પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે. ત્યારે જ સાચી ખબર પડશે કે કોની સરકાર બનશે.

Gujarat Exit Poll 2024 Results in Gujarati, ગુજરાત એક્ઝિટ પોલ 2024 પરિણામ
Gujarat Exit Poll 2024 Live: ગુજરાત એક્ઝિટ પોલ 2024 પરિણામ લાઇવ અપડેટ્સ

Gujarat Exit Poll Results 2024 Updates in Gujarati : ગુજરાત એક્ઝિટ પોલ પરિણામ : લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કાનું મતદાન ખતમ થઇ ગયું છે. 1 જૂને મતદાન ખતમ થતાની સાથે જ અલગ-અલગ એજન્સીઓ અને ટીવી ચેનલોના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાતના એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો આજતકના એક્ઝિટ પોલમાં ગુજરાતને 25 કે 26 સીટો મળવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત સીટ પર ભાજપના ઉમેદવારનો બિનહરિફ વિજય થયો હતો. ઇન્ડિયા ગઠબંધનને 0 થી 1 સીટ મળવાનો અંદાજ છે. તમને જણાવી દઈએ કે આ એક્ઝિટ પોલ છે. સાચા પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે. ત્યારે જ સાચી ખબર પડશે કે કોની સરકાર બનશે.

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ 26 બેઠકો ભાજપે કબજે કરી હતી. કોંગ્રેસને એકપણ સીટ મળી ન હતી. આ વખતે I.N.D.I.A ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી 2 સીટ ભરૂચ અને ભાવનગર એમ 2 સીટ ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા.

GUJARAT EXIT POLL 2024: ગુજરાત એક્ઝિટ પોલ 2024 તારણ

એજન્સીભાજપ (એનડીએ)કોંગ્રેસ (ઇન્ડિયા)
ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઈન્ડિયા25-260-1
રિપબ્લિક-PMARQ24-260-2
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્ય260
એબીપી ન્યૂઝ-સી વોટર25-260-1

આ પણ વાંચો –  એક્ઝિટ પોલ 2024 મોદીનો જાદુ યથાવત, ભાજપ સરકાર ફરી એકવાર?

ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક આ વખતે ભારે વિવાદોમાં રહી હતી. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધના કારણે ભાજપની મુશ્કેલી વધી હતી.

ગુજરાત લોકસભા એક્ઝિટ પોલ

  • ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઈન્ડિયા – ભાજપ 25-26, ઇન્ડિયા ગઠબંધન – 0-1
  • રિપબ્લિક-PMARQ – ભાજપ 24-26, ઇન્ડિયા ગઠબંધન – 0-2
  • ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્ય – ભાજપ 26, ઇન્ડિયા ગઠબંધન – 0
  • એબીપી ન્યૂઝ-સી વોટર – ભાજપ 25-26, ઇન્ડિયા ગઠબંધન – 0-1

Web Title: Exit poll 2024 gujarat lok sabha election results live updates in gujarati ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×