scorecardresearch
Premium

Gujarat Rain News: નવરાત્રીમાં મેઘરાજાની ખલેલ, વાપીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

ડાંગ જિલ્લાના આહવા અને સાપુતારા પંથકમમાં બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને સાંજ પડતા પડતા અહીં વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે ખેલૈયાઓ મૂંઝવણમાં મૂકાયા છે તો ગરબા આયોજકોમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે.

Gujarat Weather, Gujarat Rain, Gujarat, Rain
Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદની આગાહી (Express photo by Pradip Das)

Gujarat Rain News: રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. ખેલૈયાઓ ગરબાની મોજમાં છે ત્યારે ખેલૈયાઓની રમઝટમાં ખલેલ પહોંચડવા મેઘરાજાનું આગમન થયું છે. ડાંગ જિલ્લાના આહવા અને સાપુતારા પંથકમમાં બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને સાંજ પડતા પડતા અહીં વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે ખેલૈયાઓ મૂંઝવણમાં મૂકાયા છે તો ગરબા આયોજકોમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે.

રાજ્યમાં ચોમાસું સત્તાવાર રીતે સમાપ્ત થયું છે જોકે, વરસાદની અસર ક્યાંક ક્યાંક દેખાઈ રહી છે. બનાસકાંઠાના માત્ર ધાનેરા તાલુકામાં વરસાદ 8 એમએમ વરસાદ નોંધાયો હતો. આજના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે ડાંગ જિલ્લાના આહવા અને સાપુતારા અને વાપીમાં સાચી સાબિત થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે હળવો વરસાદ

હાલમાં વાપીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે જેના કારણે ખેલૈયાઓની રમઝટ બગડી છે. ગરબા આયોજકોના આયોજનમાં પણ મેઘરાજાએ ખલેલ પહોંચાડી છે. જોકે નવરાત્રી દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકદમ સામાન્ય વરસાદ પડવાની શક્યતા સેવી હતી. હવામાન વિભાગ પ્રમાણે આજે 9 ઓક્ટોબર 2024, બુધવારના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, દમણ, અને દાદરા નગર હવેલીમાં એકદમ સામાન્ય અથવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહશે.

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

તમને જણાવી દઈએ કે, રાજ્યમાંથી હજુ પણ મેઘરાજાએ સંપૂર્ણપણે વિદાય નથી લીધી. રાજ્યના ગીર સોમનાથ, સુરત, નર્મદા, તાપી, ડાં ગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવી જ સાથે છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી શકે તેમ છે. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે 10મી ઓકટોબરે અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

Web Title: During the navratri rain started in vapi with lightning

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×