scorecardresearch
Premium

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ પર 38 મુસ્લિમ સંગઠનો સાથે ચર્ચા થઈ, ટૂંક સમયમાં સોંપાશે ડ્રાફ્ટ

Gujarat UCC draft: યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સમિતિએ અત્યાર સુધીમાં 38 મુસ્લિમ સંગઠનો સાથે ચર્ચા કરી છે.

Gujarat UCC draft Rushikesh Patel
ગુજરાતની ભાજપ સરકારે આ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી. (તસવીર: irushikeshpatel/X)

યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સમિતિએ અત્યાર સુધીમાં 38 મુસ્લિમ સંગઠનો સાથે ચર્ચા કરી છે. આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે બુધવારે આપી હતી. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈ કરી રહ્યા છે. મંગળવારે સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા અને તેમને UCC પર અત્યાર સુધી થયેલી પ્રગતિ વિશે માહિતી આપી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમિતિએ ગુજરાતના 33 જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને ત્યાંના રાજકીય અને ધાર્મિક નેતાઓનો અભિપ્રાય માંગ્યો હતો.

38 મુસ્લિમ સંગઠનોમાંથી 21 સુરતના

પટેલે કહ્યું હતું કે, ‘સમિતિને અત્યાર સુધીમાં 19 લાખ સૂચનો મળ્યા છે. લોકો વેબસાઇટ, ઈ-મેલ અને પોસ્ટ દ્વારા પોતાના મંતવ્યો મોકલી રહ્યા છે.’ તેમણે કહ્યું કે સમિતિએ 38 મુસ્લિમ સંગઠનો સાથે વાત કરી છે, જેમાંથી 21 સંગઠનો સુરતના અને 17 દિલ્હીના છે. આ બેઠકોમાં યુસીસી પર તેમના મંતવ્યો અને સૂચનો લેવામાં આવ્યા હતા.

જસ્ટિસ રંજના દેસાઈએ મંગળવારે જણાવ્યું હતું કે યુસીસીનો ડ્રાફ્ટ એક મહિનાની અંદર સરકારને સુપરત કરવામાં આવશે. આ પછી સરકાર આ ડ્રાફ્ટને કાયદામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરશે. ડ્રાફ્ટ તૈયાર કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે.

આ પણ વાંચો: ઉત્તરકાશી દુર્ઘટનામાં અત્યાર સુઘી રેસ્ક્યૂ કરાયા લોકોમાં સૌથી વધુ ગુજરાતના પ્રવાસીઓ

5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી

ગુજરાતની ભાજપ સરકારે આ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી, જે યુસીસીની જરૂરિયાતનું મૂલ્યાંકન કરીને તેનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો હતો. સમિતિએ 45 દિવસમાં તેનો અહેવાલ રજૂ કરવાનો હતો, પરંતુ બાદમાં તેને વધુ સમય આપવામાં આવ્યો હતો. જસ્ટિસ દેસાઈ ઉપરાંત, સમિતિમાં નિવૃત્ત આઈએએસ અધિકારી સી.એલ. મીણા, વકીલ આર.સી. કોડેકર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સમિતિના તમામ સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં યુસીસી અંગે ચાલી રહેલી આ પ્રક્રિયા લોકોમાં ખૂબ ચર્ચાનો વિષય બની છે.

Web Title: Discussions with 38 muslim organizations on uniform civil code in gujarat rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×